VIDEO: G7 Summit 2026 દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેની મુલાકાત ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બંને નેતાઓ વચ્ચેની વાતચીત અને #Melodi હેશટેગની ચર્ચા વચ્ચે, આ વખતે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની એક હળવી સ્મિતે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.
G7 સમિટમાં મોદી અને મેલોની વચ્ચે શું વાતચીત થઈ?
મંગળવારે યોજાયેલા ગ્રુપ ફોટો સેશન દરમિયાન જ્યારે વિશ્વના તમામ અગ્રણી નેતાઓ એકત્ર થઈ રહ્યા હતા, ત્યારે જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરતા કહ્યું હતું કે, 'તમને ફરી મળીને આનંદ થયો.' આ વાયરલ વીડિયોમાં વડાપ્રધાન મોદી પણ હળવા અંદાજમાં બંનેની સોશિયલ મીડિયા લોકપ્રિયતાનો ઉલ્લેખ કરતા જોવા મળે છે. જેના જવાબમાં મેલોનીએ હસતાં હસતાં કહ્યું હતું કે, 'હા, આપણે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લોકપ્રિય છીએ.'
વિદેશ મંત્રી જયશંકરની સ્મિત કેમ વાયરલ થઈ રહી છે?
આ મુલાકાતની સૌથી ચર્ચાસ્પદ ક્ષણ G7 સમિટના આઉટરીચ સત્ર દરમિયાન જોવા મળી હતી. જ્યારે વડાપ્રધાન મોદી અને મેલોની હાથ મિલાવીને સંવાદ કરી રહ્યા હતા, ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની નજીકમાં જ ઉભા હતા. આ દરમિયાન જયશંકરના ચહેરા પર આવેલી એક હળવી સ્મિત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ પ્રતિક્રિયાએ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે અને તેના સ્ક્રીનશોટ્સ તેમજ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ વાયરલ વીડિયોને લઈને અનેક મીમ્સ અને રમૂજી કોમેન્ટ્સ શેર કરવામાં આવી રહી છે. એક યુઝરે રમૂજી અંદાજમાં લખ્યું કે, 'જયશંકર સાહેબ, આખો દેશ તમારી આ સ્મિત પાછળનું રહસ્ય જાણવા માંગે છે.' અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, 'આજે સોશિયલ મીડિયા પર જોયેલી સૌથી રસપ્રદ ક્ષણ આ જ છે. મેલોની અને મોદીજીની મુલાકાત દરમિયાન જયશંકરની સ્મિતે આખું દૃશ્ય વધુ યાદગાર બનાવી દીધું.' જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, 'G7 Summit 2026 માં મેલોનીએ મોદીજી સાથે હાથ મિલાવ્યો ત્યારે જયશંકરના ચહેરા પરનું સ્મિત બધાનું ધ્યાન ખેંચી ગયું.'
