Indian LPG Tanker: અમેરિકા-ઈરાન યુદ્ધને પગલે તહેરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના વહન પર જે પ્રતિબંધ મુક્યો છે. જોકે ભારત સહિત કેટલાક મિત્ર દેશોના કેટલાક જહાજોને તે પાર કરવા મંજૂરી આપવામાં આવી રહી છે. ભારતનું વધુ એક LPG ટેન્કર સાન્વીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી લીધુ છે. આ ટેન્કર ગુજરાતના પોર્ટ પર પહોંચશે. તેને લઈ ઈરાને સ્પેશ્યિલ મેસેજ કર્યો છે.
મુંબઈ સ્થિત ઈરાનના વાણિજ્ય દૂતાવાસે કહ્યું છે કે ભારત અને વિશેષ કરીને ગુજરાત સાથે અમારા ઈતિહાસમાં એક મહત્વનું સ્થાન છે. દૂતાવાસે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોસ્ટનો જવાબ આપતા આ માહિતી આપી હતી. તેમાં સંઘવીએ LPG ટેન્કર પસાર થવા તે ભારતની કૂટનીતિની જીત ગણાવી હતી.
India, & #Gujarat in particular, hold a cherished place in our shared history; having graciously welcomed those from our land centuries ago.
— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) April 4, 2026
Building on this enduring civilizational bond, we remain committed to further strengthening the ties of friendship & cooperation.#Iran https://t.co/KHruteGkY2
હર્ષ સંઘવીએ એક્સ પર લખ્યું કે વધુ એક જહાજ. ભારતીય કૂટનીતિની વધુ એક જીત. LPG વાહક ગ્રીન સાંવવીએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી લીધું છે અને હવે તે ભારત સ્થિત તેના ઘર તરફ અગ્રેસર છે. આ અંગે જવાબ આપતા મુંબઈ સ્થિત ઈરાનના વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે ભારત અને ખાસ કરીને ગુજરાતનો અમારી સાથેના ઈતિહામાં અત્યંત સન્માનિત સ્થાન રહ્યું છે, કારણ કે સદીઓ પહેલા ગુજરાતે અમારી ધરતી પરથી આવેલા લોકોનું ખૂબ જ આદર-સત્કાર સાથે સ્વાગત કર્યું હતું. સભ્યતાના આ સુદ્રઢ સંબંધનો આધાર બનાવતા અમે મિત્રતા અને સહયોગના સંબંધોને વધારે મજબૂત કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ.
સરકારે શનિવારે નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અને LPG ની ગભરાટભરી ખરીદી ટાળવા અપીલ કરી હતી. સરકારે કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વિક્ષેપો છતાં, ઇંધણનો પુરવઠો પૂરતો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસોઈ ગેસની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે.
લોકોને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવા અને ઊર્જા બચાવવાની સલાહ આપવામાં આવી છે. સરકારે ઘરેલું LPG અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ને પ્રાથમિકતા આપી છે, ખાસ કરીને ઘરો, હોસ્પિટલો અને આવશ્યક સેવાઓ માટે. માંગને સંતુલિત કરવા અને પુરવઠો વધારવા માટે રિફાઇનરી ઉત્પાદન વધારવામાં આવ્યું છે અને ગેસ સિલિન્ડર રિફિલિંગ વચ્ચેનો અંતરાલ પણ લંબાવવામાં આવ્યો છે.
