Himachal Flood Update: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભારે તબાહી મચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23 પૂર, 19 વાદળ ફાટવાના બનાવો અને 16 ભૂસ્ખલનના બનાવો બન્યા છે. અત્યાર સુધીમાં 78 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 50 લોકોના મોત વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે થયા છે.
હિમાચલ પ્રદેશમાં 78 લોકોએ જીવ ગુમાવ્યા
હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ 20 જૂને ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં ઓછામાં ઓછા 78 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અનુસાર જેમાંથી 50 લોકોના મોત ભૂસ્ખલનને કારણે થયા છે, જ્યારે 28 લોકોના મોત રોડ અકસ્માતોમાં થયા છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે મંડી જિલ્લામાં સૌથી વધુ મોત નોંધાયા છે. અન્ય ગંભીર રીતે પ્રભાવિત જિલ્લાઓમાં કુલુ, ચંબા અને શિમલાનો સમાવેશ થાય છે. SDMA ના ડેટા અનુસાર, વરસાદ અને ભૂસ્ખલનને કારણે 269 રસ્તાઓ બંધ છે, 285 પાવર ટ્રાન્સફોર્મર અને 278 પાણી પુરવઠા યોજનાઓ પ્રભાવિત થઈ છે. જાહેર અને ખાનગી સંપત્તિને કુલ 57 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે.
