Monsoon Big News: આગામી ચોમાસા અંગે મહત્વની અપડેટ સામે આવી છે. ચોમાસા દરમિયાન અલ-નીનો (El Nino) જલ્દીથી બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લીધે વૈશ્વિક હવામાનની પેટર્ન તથા ભારતીય ચોમાસા (Monsoon Update)ને વ્યાપક પ્રમાણમાં અસર થઈ શકે છે.
પ્રશાંત મહાસાગરમાં ENSO ફેઝમાં ભારતીય ચોમાસાનો વરસાદ (Summer Monsoon Rainfall)થી ઊંચો સંબંધ રહેલો છે. દર વર્ષે ચોમાસામાં જે ફેરફાર થઈ રહ્યા છે તે ENSOની સ્થિતિથી અસર થાય છે, ખાસ કરીને અલ નીનોના સમયે. સ્કાઈમેટની માહિતી પ્રમાણે Oceanic Nino Indexને સંશોધિત કરી રિલેટિવ ઓશિયનિક નીનો ઈન્ડેક્સ બનાવવામાં આવેલ છે.
લા નીનોની શક્યતા -La Nina
જૂના નીનો ઈન્ડેક્સ પ્રમાણે ફેબ્રુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન લા નીના (La Nina)ની શક્યતાં ફક્ત 4 ટકા હતી, અલબત ENSO ન્યૂટ્રલની શક્યતા 96 ટકા હતી. માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન 90 ટકા અને એપ્રિલથી જૂનમાં 65 ટકા રહી હતી. આ દરમિયાન LA Nina ની શક્યતા ઝડપભેર વધવા લાગી.
ઓગસ્ટ 2026 સુધી અલ નીનોની 62 ટકા શક્યતાં
CPC-NOAA પ્રમાણે જૂનથી ઓગસ્ટ 2026 દરમિયાન અલ નીનો બનવાની શક્યતા 62 ટકા છે અને તે દરમિયાન હિસ્સો જળવાઈ રહેવાની શક્યતા છે.
મેડલ જુલિયન ઓસ્સિલેશન માર્ચ 2026 દરમિયાન વેસ્ટર્ન પેસિફિકમાં રહેશે અને તેની કોઈ મોટી અસર નહીં જોવા મળે. તે એપ્રિલની શરૂઆતમાં આ ક્ષેત્રથી બહાર થઈ શકે છે. આ નવા ઈન્ડેક્સ પ્રમાણે લા નીનાની સ્થિતિ માર્ચ બાદ જારી રહી શકે છે અને એપ્રિલ સુધી ENSO ન્યુટ્રલ સ્થિતિ બનવાની શક્યતા છે. મેથી જુલાઈ 2026 દરમિયાન ENSO ન્યુટ્રલની શક્યતા 55 ટકાથી 70 ટકા વચ્ચે છે.
