Paresh Goswami Gujarat Weather Forecast: ગત વર્ષે 2025માં ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. જે બાદ આ વર્ષે શિયાળામાં એક પછી એક પશ્ચિમી વિક્ષોપના કારણે જોઈએ તેવી કાતિલ ઠંડીના રાઉન્ડ ઓછા જોવા મળ્યા છે.
અત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ખાસ કરીને ખેડૂતોમાં આગામી વર્ષ 2026ના ચોમાસાને લઈને ઉત્સુક્તા જોવા મળી રહી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ દેશી વિજ્ઞાનના આધારે વર્ષ 2026ના ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે.
2026નું ચોમાસું નબળું રહેવાના કોઈ સંકેત નથી (Gujarat Monsoon 2026)
આ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, દેશી વિજ્ઞાનના આધારે સારા ચોમાસના સંકેત જોવા મળી રહ્યા છે. જેમાં મુખ્યત્વે 3 પરિસ્થિતિ જોવામાં આવી છે.
આ પણ વાંચો
- મહા મહિનાનું માવઠુંઃ મહા મહિનામાં થયેલા માવઠાની સ્થિતિ અને દિવસો સૂચવે છે કે આગામી વર્ષ સારું રહેશે
- હોળીનો પવન: હોળીના પવને પણ સારા ચોમાસાના સંકેતો આપ્યા છે
- કસ-કાતરા: કસ-કાતરાની દ્રષ્ટિએ જોતા ચોમાસા દરમિયાન એકાદ-બે મોટા ગેપ (વરસાદની ખેંચ) આવી શકે છે. આમ છતાં ચોમાસું મધ્યમથી સારું રહી શકે છે. એટલે કે બહુ વધારે પણ વરસાદ નહીં અને બહુ ઓછો પણ નહીં પડે.
અલ નીનોથી ગભરાવવાની જરૂર નથી (El Nino)
અત્યારે સુપર અલ નીનો સક્રિય થવાથી આ વર્ષે ચોમાસું નબળું જશે, તેવી અફવાઓ ફેલાઈ રહી છે, ત્યારે પરેશ ગોસ્વામીએ સ્પષ્ટતા કરી છે કે, 2026 દરમિયાન અલ નીનો સક્રિય થવાની પુરી સંભાવના છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી.
ભૂતકાળમાં પણ અલ-નીનો હોવા છતાં ગુજરાતનું ચોમાસું ઘણું સારું રહ્યું હતુ. છેલ્લા બે-ત્રણ વર્ષની સરખામણીએ કદાચ વરસાદની માત્રા થોડી ઓછી રહી શકે છે, પરંતુ વર્ષ નબળું કે દુષ્કાળ જેવું જવાની કોઈ શક્યતા દેખાતી નથી.
ચૈત્ર મહિનાની ગરમીની સ્થિતિ (Gujarat Heat Wave)
હાલમાં ફાગણ મહિનાના આશરે 70% દિવસો પૂરા થઈ ગયા છે અને 30% બાકી છે. ટેકનોલોજીના આધારે જોતા ચૈત્ર મહિનામાં જે પ્રકારની ગરમી પડવી જોઈએ, તેવા જ સંકેતો મળી રહ્યા છે. ચૈત્ર મહિનાના 'દનૈયા' (તપારો) જો સારા જશે તો ચોમાસાની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
