Loading...

Paresh Goswami Agahi: ગુજરાતમાં હવામાનનો પલટો, જાણો ક્યારે પડશે માવઠું અને કેટલું ઘટશે તાપમાન

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે માહિતી આપી હતી.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Thu 19 Mar 2026 11:58 AM (IST)Updated: Thu 19 Mar 2026 11:58 AM (IST)
weather-expert-paresh-goswami-ni-agahi-latest-rain-forecast-update-711160
HIGHLIGHTS
  • રાજ્યમાં આગામી 19 અને 20 માર્ચના રોજ માવઠું થવાની સંભાવના
  • આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે
  • 22 માર્ચથી તાપમાન ધીમે ધીમે વધવા લાગશે અને ગરમીનું જોર વધશે

Paresh Goswami Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે વિશે જણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, અરબ સાગર કે બંગાળની ખાડીમાં હાલમાં કોઈ જ વાવાઝોડું (સાયક્લોન) સક્રિય નથી. આ સમય વાવાઝોડાની સીઝન પણ નથી. તેથી લોકોએ ગભરાવવાની કે ડરવાની કોઈ જરૂર નથી.

માવઠાની શક્યતા

રાજ્યમાં આગામી 19 અને 20 માર્ચના રોજ માવઠું થવાની સંભાવના છે. જોકે, ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ કોઈ ભારે વરસાદ કે મોટું માવઠું નહીં હોય, માત્ર છૂટાછવાયા ઝાપટાં જ પડશે. આ માવઠું સાર્વત્રિક નહીં હોય પરંતુ મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો પૂરતું મર્યાદિત રહેશે. રાજસ્થાનના સરહદી વિસ્તારો જેવા કે, સાંચોર, ઝાલોર કે ઉદયપુરમાં પણ કોઈ ભારે માવઠું થવાનું નથી. ત્યાં પણ માત્ર હળવા ઝાપટાંની જ શક્યતા છે.

તાપમાનમાં મોટો ઘટાડો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાતાવરણની અસ્થિરતાના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. ખાસ કરીને 18, 19, 20 અને 21 માર્ચ દરમિયાન 4 દિવસ માટે ગરમીથી મોટી રાહત મળશે. ગુજરાતના 50% થી 60% વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રીથી પણ નીચે જવાની શક્યતા છે. અગાઉ 9થી 13 માર્ચ દરમિયાન તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જે હવે આ ફેરફારને કારણે ઘટશે.

ગરમીનું પુનરાગમન

નોંધનીય છે કે, ઠંડકનો આ રાઉન્ડ ટૂંકા સમય માટે જ રહેશે. 22 માર્ચથી તાપમાન ફરીથી ધીમે ધીમે વધવા લાગશે અને ગરમીનું જોર વધશે. અત્યારે કોઈ પણ પ્રકારના વાવાઝોડાનો ખતરો નથી, માત્ર સામાન્ય વરસાદી ઝાપટાં અને તાપમાનમાં ઘટાડાની સ્થિતિ જોવા મળશે.