Shivrajpur Beach: ઉનાળાની રજાઓમાં ગરમીથી બચવા અને દરિયાની ઠંડકનો આનંદ માણવા માટે ગુજરાતમાં શિવરાજપુર બીચ કરતાં સારું સ્થળ બહુ ઓછું મળે છે. દ્વારકાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલો આ બીચ આજે ગુજરાતનો સૌથી સુંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પામેલો બીચ બની ગયો છે. 2020 માં મળેલ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશનને કારણે તે પાણીની ગુણવત્તા, સ્વચ્છતા, સુરક્ષા અને પર્યાવરણીય વ્યવસ્થાપનમાં વિશ્વસ્તરનું છે!
શિવરાજપુર બીચ શા માટે ઉનાળામાં બેસ્ટ છે? (Why is Shivrajpur Beach famous?)
ક્રિસ્ટલ ક્લિયર પાણી અને સફેદ રેતી-દરિયાનું પાણી એટલું સ્વચ્છ કે તળિયું દેખાય છે. નરમ રેતી પર ચાલવું એ જ આનંદ છે.
ઉનાળામાં દ્વારકાનું હવામાન-દરિયાકિનારે બીજા વિસ્તારો કરતાં ઠંડક વધુ અનુભવાય છે. સવાર-સાંજનો સમય ખૂબ જ આરામદાયક રહે છે.ફેમિલી ફ્રેન્ડલી અને સુરક્ષિત-બ્લુ ફ્લેગ હોવાથી લાઈફગાર્ડ, ચેન્જિંગ રૂમ, શાઉઅર, ટોયલેટ અને ફર્સ્ટ એઈડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
દ્વારકાધીશ મંદિર અને બીચનો કોમ્બો- ધાર્મિક યાત્રા સાથે બીચનો મજા માણી શકાય છે.
શિવરાજપુર બીચ પર શું-શું કરી શકાય છે? (What is there to do in Shivrajpur Beach?)
- શિવરાજપુર બીચ માત્ર બેસીને નહીં, પણ એડવેન્ચરનું પણ હબ છે!
- સ્વિમિંગ અને બીચ પર રમતો
- સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ-સમુદ્રની અંદરની દુનિયા જોવા માટે બેસ્ટ
- જેટ સ્કી, બનાના બોટ રાઇડ, બમ્પર બોટ, પેરાસેલિંગ
- કેમલ રાઇડ.
- સનસેટ જોવો-અહીંનું સનસેટ ખૂબ જ અદ્ભુત હોય છે!
ક્યારે જવું અને કેવી રીતે પહોંચવું? (Which time is best to visit Shivrajpur Beach?)
ઉનાળુ વેકેશન (એપ્રિલ-જૂન)માં સવારના 7-10અને સાંજના 4-7 વાગ્યાનો સમય બેસ્ટ રહે છે, કારણ કે બપોરે ગરમી વધુ હોય છે.
- રોડ ટ્રિપ-અમદાવાદ, રાજકોટ, જામનગરથી કાર કે બસથી સરળતાથી પહોંચી શકાય.
- દ્વારકા રેલ્વે સ્ટેશનથી ઓટો, ટેક્સીમાં 25 મિનિટ.
- સ્ટે-દ્વારકામાં હોટેલ, ગેસ્ટહાઉસમાં રહીને દિવસની ટ્રિપ લઈ શકાય, અથવા નજીકના રિસોર્ટમાં રહી શકો છો.
ટિપ્સ ફોર વેકેશન
- સનસ્ક્રીન, હેટ, સનગ્લાસ અને પાણી લઈ જવું.
- પ્લાસ્ટિક નહીં ફેંકવું-બ્લુ ફ્લેગ બીચને સ્વચ્છ રાખવામાં મદદ કરો.
- બાળકો સાથે હોય તો સ્વિમિંગ ઝોનમાં જ રહેવું.
