Loading...

Republic Day 2026 Live Streaming: ઘરેથી જુઓ 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડ, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે લાઈવ

Republic Day Parade 2026 Live Streaming 26 January: દેશભરમાં 26 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનારી 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડ તમે તમારા ઘરેથી પણ લાઈવ જોઈ શકો છો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 24 Jan 2026 12:23 PM (IST)Updated: Sat 24 Jan 2026 12:24 PM (IST)
india-republic-day-2026-parade-timings-theme-chief-guest-telecast-and-streaming-details-679064

Republic Day Parade 2026 Live Streaming 26 January: જો તમે પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે દિલ્હી નથી જઈ શકતા, તો ચિંતા કરવાની જરૂર નથી. દેશભરમાં 26 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનારી 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડ તમે તમારા ઘરેથી પણ લાઈવ જોઈ શકો છો. કર્તવ્ય પથ પર યોજાતી આ પરેડ ભારતની લશ્કરી ક્ષમતા, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપે છે.

દર વર્ષે મોટી સંખ્યામાં લોકો કર્તવ્ય પથ પર પરેડ જોવા માટે ટિકિટ બુક કરાવે છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા અને મર્યાદિત બેઠકોને કારણે દરેક વ્યક્તિ સ્થળ પર હાજર રહી શકતી નથી. આવી સ્થિતિમાં, મોબાઈલ, લેપટોપ અથવા ટીવી મારફતે લાઈવ સ્ટ્રીમિંગ એ પરેડ માણવાનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે.

પ્રજાસત્તાક દિવસની પરેડ લાઈવ ક્યાં જોઈ શકાય?

77મા પ્રજાસત્તાક દિવસની પરેડનું દૂરદર્શન (Doordarshan) પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સાથે જ દર્શકો દૂરદર્શન નેશનલની યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.

પ્રજાસત્તાક દિવસ 2026 લાઈવ સ્ટ્રીમિંગ ક્યારે શરૂ થશે?

પ્રજાસત્તાક દિવસની ઉજવણીની શરૂઆત સવારે 7:30 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ધ્વજવંદન સમારોહ સાથે થશે. જ્યારે પરેડનું લાઈવ પ્રસારણ સવારે 9:00 વાગ્યાથી શરૂ થવાનું છે. જો તમે માત્ર પરેડ જોવી હોય તો સવારે 9:00 વાગ્યા પછી દૂરદર્શન અથવા યુટ્યુબ પર જોઈ શકો છો.

Republic Day Parade 2026: આ વર્ષે શું ખાસ રહેશે?

  • 77મા પ્રજાસત્તાક દિવસની પરેડને આ વર્ષે અનેક કારણોસર ખાસ અને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. આ વખતે પરેડની થીમ 'વંદે માતરમના 150 વર્ષ' રાખવામાં આવી છે.
  • આ વર્ષે પ્રથમ વખત યુરોપિયન યુનિયનના બે ટોચના નેતાઓ એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેયન મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
  • પરેડમાં દર્શકોને અનેક નવી અને અનોખી રજૂઆતો પણ જોવા મળશે. માહિતી અનુસાર, પ્રથમ વખત સેનાની નવી 'બેટલ એરે' રચનાનું પ્રદર્શન થશે. આ ઉપરાંત, પુરુષ CRPF ટુકડીનું નેતૃત્વ સિમરન બાલા કરશે.
  • પરેડમાં લદ્દાખના બે ખૂંધવાળા ઊંટોની ટુકડી, આત્મનિર્ભર ભારતની ભાવના દર્શાવતા MULE રોબોટ્સ, તેમજ દેશભરમાંથી આશરે 10,000 ખાસ મહેમાનોની હાજરી આ કાર્યક્રમને વધુ વિશેષ બનાવશે.