Loading...

શિયાળામાં કયા બોર ખાવા સૌથી વધુ ફાયદાકારક? જાણો વિટામિન C અને ઈમ્યુનિટી વધારવા માટે શ્રેષ્ઠ પ્રકાર

જાણો શિયાળામાં કયા બોર ખાવા સૌથી વધુ ફાયદાકારક છે? ચણી બોર અને મોટા અજમેરી બોર વચ્ચેનો તફાવત, ફાયદા અને વધુ પડતા સેવનથી થતા નુકસાન વિશેની સંપૂર્ણ માહિતી.

By: Dimpal GhoyalEdited By: Dimpal Ghoyal Publish Date: Tue 03 Feb 2026 12:19 PM (IST)Updated: Tue 03 Feb 2026 12:19 PM (IST)
which-bora-to-eat-in-winter-chani-bora-vs-big-bora-know-the-benefits-of-vitamin-c-684978

bor to eat in winter: શિયાળાની ઋતુમાં બજારમાં આવતા ખાટા-મીઠા અને રસીલા બોર માત્ર સ્વાદમાં જ ઉત્તમ નથી, પરંતુ સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર જોવા મળતી બોરડીઓ શિયાળામાં લાલ, પીળા અને મરૂન રંગના બોરથી લચી પડે છે. જોકે, કયા બોર ખાવા વધુ ફાયદાકારક છે અને તેનાથી શરીરને શું લાભ થાય છે, તે જાણવું ખૂબ જરૂરી છે.

બોરના મુખ્ય પ્રકારો અને વિશેષતા

સામાન્ય રીતે માર્કેટમાં અને ખેતરોમાં ત્રણ પ્રકારના બોર જોવા મળે છે:

ચણી બોર: આ કદમાં સૌથી નાના અને મરૂન રંગના હોય છે. તે કુદરતી રીતે ઉગે છે અને શક્તિનો ભંડાર માનવામાં આવે છે.

મધ્યમ બોર: આ ચણી બોરથી થોડા મોટા અને પીળા-મરૂન મિશ્રિત રંગના હોય છે.

અજમેરી કે વિદેશી બોર: આ કદમાં મોટા હોય છે અને તેમાં ગર (પલ્પ)નું પ્રમાણ વધુ હોય છે. તે ખાસ કરીને સ્વાદ માટે પ્રખ્યાત છે.

કયા બોરથી વિટામિન C અને ઇમ્યુનિટી વધે?

આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્વાદમાં ભલે મોટા અજમેરી બોર મીઠા લાગતા હોય, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ 'ચણી બોર' સર્વોત્તમ છે.

વિટામિન C નો સ્ત્રોત: નાના ચણી બોરમાં વિટામિન C નું પ્રમાણ સૌથી વધુ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવામાં મદદ કરે છે.
ફાઇબરથી ભરપૂર: તેની છાલમાં પુષ્કળ ફાઇબર હોય છે, જે પાચનતંત્ર માટે સારું છે.
શ્રમહર ગુણ: આયુર્વેદમાં બોરને 'શ્રમહર' કહેવામાં આવ્યા છે. એટલે કે, જો કોઈને વધુ પડતો થાક લાગતો હોય, તો ચણી બોર ખાવાથી તાજગીનો અનુભવ થાય છે અને સ્કીન પણ ગ્લો કરે છે.

વધારે પડતા સેવનના ગેરફાયદા

કોઈપણ વસ્તુનું અતિરેક નુકસાનકારક હોય છે. બોરના વધુ પડતા સેવનથી નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે:

ઉધરસ: વધુ પડતા ખાટા કે ઠંડા બોર ખાવાથી ગળામાં ખરાશ અને ઉધરસની સમસ્યા થઈ શકે છે.
આફરો: બોર પચવામાં ભારે હોવાથી જો વધુ માત્રામાં ખાવામાં આવે તો પેટ ફૂલી જવું અથવા પાચન ન થવાની ફરિયાદ રહે છે.

કિંમતમાં તફાવત

ગુણવત્તાના કારણે ચણી બોરના ભાવ મોટા બોર કરતા વધારે હોય છે. બજારમાં ચણી બોર અંદાજે ₹100 થી ₹150 પ્રતિ કિલોના ભાવે વેચાય છે, જ્યારે મોટા કલ્ટીવેટેડ બોર ₹80 થી ₹100 ની આસપાસ મળે છે.

જો તમે માત્ર સ્વાદના શોખીન હોવ તો મોટા બોર ઉત્તમ છે, પરંતુ જો તમારે કુદરતી રીતે વિટામિન C મેળવીને બીમારીઓથી દૂર રહેવું હોય, તો આ શિયાળામાં ચણી બોરનો આગ્રહ રાખવો જોઈએ.

DISCLAIMER: દરેકના શરીરની તાસીર અલગ અલગ હોય છે. આ આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.