spinach side effects: પાલકને પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે, જેમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સ ભરપૂર હોય છે. પરંતુ,'અતિ સર્વત્ર વર્જયેત'(કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે) એ નિયમ પાલકને પણ લાગુ પડે છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પાલક અમૃતને બદલે ઝેર સમાન સાબિત થઈ શકે છે.
આ લોકોએ પાલક ખાતા પહેલા વિચારવું જોઈએ
| સમસ્યા | કારણ | સંભવિત નુકસાન |
|---|---|---|
| કિડની સ્ટોન | વધુ પડતું ઓક્સાલેટ | પથરીનું કદ વધી શકે અથવા નવી પથરી બની શકે. |
| સંધિવા (Gout) | ઓક્સાલિક એસિડ | સાંધામાં દુખાવો અને સોજો વધી શકે છે. |
| થાઇરોઇડ | ગોઇટ્રોજેન્સ | થાઇરોઇડ ગ્રંથિની કામગીરીમાં અવરોધ આવી શકે. |
| પાચન સમસ્યાઓ | ફાઇબર અને ઓક્સાલેટ્સ | પેટ ફૂલવું, ગેસ અને એસિડિટી થઈ શકે છે. |
| લોહી પાતળું કરવાની દવા | વિટામિન K | દવાઓની અસરકારકતા ઘટાડી શકે છે. |
