ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રીત: સાંજના નાસ્તા માટે ઝટપટ ઘરે જ બનાવો બજાર જેવી ક્રિસ્પી ગાર્લિક બ્રેડ

રેસ્ટોરન્ટ સ્ટાઈલની ચીઝ ગાર્લિક બ્રેડ ખાવાનું દરેકને ગમે છે. પણ બહારથી વારંવાર મગાવવું મોંઘું પડી શકે છે તો આજે ઘરે કેવી રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચીઝ ગાર્લિક બ્રેડની બનાવવાય તે જોઇશુ

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 12 Jun 2026 10:53 AM (IST)Updated: Fri, 12 Jun 2026 10:55 AM (IST)
make-delicious-cheese-garlic-bread-recipe-home

Cheese Garlic Bread Recipe: ચીઝ ગાર્લિક બ્રેડ એ બટરી ગાર્લિક ફ્લેવર અને મેલ્ટેડ ચીઝનું એક અદ્ભુત કોમ્બિનેશન છે. સાંજનો નાસ્તો હોય, પાર્ટી હોય કે પછી જ્યારે પણ કંઈક સ્વાદિષ્ટ અને ચટપટું ખાવાનું મન થાય, ત્યારે આ ઝડપી અને સરળ રેસિપી એક પરફેક્ટ ઓપ્શન છે.

બહારથી ક્રિસ્પી, અંદરથી ચીઝી અને લસણના સ્વાદથી ભરપૂર આ સ્નેક બાળકો અને મોટા બંનેને ખૂબ જ પસંદ આવે છે. સૌથી સારી વાત એ છે કે તેને ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ માર્કેટ જેવી પર્ફેક્ટ ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રીત.

ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા માટેની સામગ્રી (Ingredients) (H2)

  • 4 બ્રેડની સ્લાઈસ (Bread slices)
  • 3 મોટી ચમચી બટર (Softened butter)
  • 4 લસણની કળી (એકદમ ઝીણી સમારેલી (Finely chopped garlic)
  • ½ કપ છીણેલું ચીઝ (મોઝેરેલા અથવા પ્રોસેસ્ડ (Grated cheese)
  • 1 નાની ચમચી ઓરેગાનો
  • ½ નાની ચમચી ચીલી ફ્લેક્સ (Chili flakes)
  • થોડા તાજા ધાણા

ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત (Method)

1. ગાર્લિક બટર બનાવો: સૌથી પહેલાં એક નાના બાઉલમાં સોફ્ટ બટર અને એકદમ ઝીણું સમારેલું લસણ બરાબર મિક્સ કરી લો.

2. બ્રેડ પર લગાવો: તૈયાર કરેલા આ ગાર્લિક બટરને દરેક બ્રેડની સ્લાઈસની એક બાજુ પર એકસરખી રીતે લગાવી દો.

3. ચીઝ અને મસાલા ઉમેરો: હવે બટર લગાવેલી બ્રેડ પર છીણેલું ચીઝ સારી રીતે ફેલાવીને ભભરાવો.

4. ફ્લેવર ઉમેરો: ચીઝની ઉપર થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટો.

5. શેકવાની રીત (તવી અથવા ઓવન):

  • તવી પર: ગેસ પર એક તવી ધીમી આંચ પર ગરમ કરો. બ્રેડની સ્લાઈસને પેનમાં મૂકો અને ઉપરથી ઢાંકણ ઢાંકી દો. ધીમી આંચ પર ચીઝ બરાબર ઓગળે અને બ્રેડ નીચેથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
  • ઓવનમાં: જો ઓવનનો ઉપયોગ કરતા હોવ તો, પ્રી-હીટ કરેલા ઓવનમાં 180°C પર 4-5 મિનિટ માટે બેક કરો.

6. ગાર્નિશ અને સર્વિંગ: ચીઝ ઓગળી જાય એટલે બ્રેડને પ્લેટમાં કાઢી લો. જો ઈચ્છો તો ઉપરથી થોડી તાજી કોથમીરથી ગાર્નિશ કરો.

તૈયાર છે તમારી હોમમેડ ચીઝ ગાર્લિક બ્રેડ! તેને ગરમાગરમ કેચઅપ, મેયોનીઝ અથવા તમારા મનપસંદ ડીપ સાથે સર્વ કરો અને મજા માણો.