Lasaniya Bataka Bhajiya Recipe: ગરમમાં ગરમ ભજીયા તો કોઈપણ સમયે આપો ખાવાની મજા જ અલગ છે. આજે ગુજરાતી જાગરણ તમને લસણીયા બટાકા ભજીયા કેવી રીતે અલગ સ્ટાઈલમાં બનાવવા તે જણાવશે. આ ભજીયાને ખંભાતના દાબડા ભજીયા પણ તમે કહીં શકો છો. કારણ કે તેને બનાવવાની સ્ટાઈલ થોડી અલગ છે.
લસણીયા બટાકાના ભજીયા બનાવવાની સામગ્રી
- ગાઠિયા
- આદુ
- સુકા ઘાણા
- લસણ
- ખાંડ,
- મરી,
- હળદર,
- ધાણાજીરુ પાવડર
- લાલ મરચું પાવડર
- સફેદ તલ,
- મીઠું
- ચણાનો લોટ
- ચોખાનો લોટ
- બટાકા
- તેલ
- હળદર
લસણીયા બટાકાના ભજીયા બનાવવાની રીત
- એક મિક્સર જારમાં એક વાટકો ગાઠિયા, આદુનો ટુકડો, થોડા આખા સુકા ઘાણા, લસણ, થોડી ખાંડ, સાત મરી, હળદર, ધાણાજીરુ પાવડર, લાલ મરચું પાવડર, સફેદ તલ, મીઠું ઉમેરી કરકરું પીસી લો.
- આ બધો પાવડર એક તપેલીમાં લો અને તેમા કોથમરી ઉમેરી મિક્સ કરી લો.
- હવે તપેલીમાં ચણા અને થોડો ચોખાનો લોટ લો. તેમા મીઠું, હળદર, પાણી ઉમેરી બેટર બનાવો.
- હવે મોટા બટાકાની છાલ ઉતારી ગોળ સ્લાઈસ કરી લો.
- હવે બટાકાની સ્લાઈસ પર મસાલો મૂકો અને તેના પર બીજી બટાકાની સ્લાઈસ મૂકી ઢાંકી દો.
- હવે ભજીયા તળવા માટે તેલ ગરમ મૂકો.
- તેલ ગરમ મૂકો પછી બેટરમાં આ બટાકાની સ્લાઈસ ડૂબાડી પાળી દો. ગોલ્ડન રંગ થાય એટલે બહાર કાઢી લો. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)
