Dal Vada Recipe: વરસાદની સિઝનમાં ચા સાથે માણો ગરમાગરમ ચણા દાળના વડા, જાણો બનાવવાની સરળ રીત

ચોમાસાંની સિઝનમાં ઝરમર વરસાદ વરસતો હોય અને ત્યારે કઇક ગરમાગરમ ખાવાની ઈરછા થતી હોય છે; તો ચાલો આજે આપણે ચા સાથે ક્રિસ્પી ચણા દાળ વડા બનાવાની રેસીપી જાણીએ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Fri, 19 Jun 2026 12:27 PM (IST)Updated: Fri, 19 Jun 2026 12:27 PM (IST)
food-news-crispy-chana-dal-vada-monsoon-snacks-recipe
ચણા દાળ વડા 

Dal Vada Recipe: વરસાદની મોસમ હોય અને ગરમાગરમ ચા સાથે ક્રિસ્પી વડા મળી જાય, તો દિવસ બની જાય છે! ચણા દાળના વડા બહારથી એકદમ કુરકુરા અને અંદરથી સોફ્ટ હોય છે. ચાલો જાણીએ આ ટેસ્ટી વડા બનાવવાની એકદમ સરળ રીત.

જરૂરી સામગ્રી

  • ચણા દાળ: ૧ કપ
  • ડુંગળી: ૧ નંગ
  • લીલાં મરચાં: ૨-૩
  • આદુ-લસણની પેસ્ટ: ૧ ચમચી
  • લીલા ધાણા: અડધો કપ
  • અડધી ચમચી હળદર
  • ૧ ચમચી ધાણાજીરું
  • અડધી ચમચી ગરમ મસાલો
  • ચપટી હિંગ
  • મીઠું
  • તેલ

બનાવવાની સરળ રીત

દાળ પલાળવી: સૌપ્રથમ ચણા દાળને બરાબર ધોઈને ૪ થી ૫ કલાક માટે પાણીમાં પલાળી રાખો. દાળ બરાબર પલળી જાય એટલે તેનું બધું જ પાણી નિતારી લો.

દાળ પીસવી: હવે પલાળેલી દાળમાંથી ૨ ચમચી દાળ આખી અલગ કાઢી લો. બાકીની દાળને મિક્સરના મોટા જારમાં પાણી ઉમેર્યા વગર અધકચરી પીસી લો. ધ્યાન રાખવું કે પેસ્ટ બહુ લીસી ન થઈ જાય.

મિક્સચર તૈયાર કરવું: પીસેલી દાળને એક મોટા વાસણમાં કાઢો. તેમાં અલગ રાખેલી આખી ચણા દાળ, સમારેલી ડુંગળી, લીલાં મરચાં, આદુ-લસણની પેસ્ટ અને લીલા ધાણા ઉમેરો.

મસાલાનું મિશ્રણ કરો: હવે તેમાં હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને હાથથી બરાબર મિક્સ કરી લો. વડાનું મિશ્રણ તૈયાર છે.

વડા તળવા: ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ થાય એટલે હાથમાં થોડું મિશ્રણ લઈ, ગોળ લૂઆ બનાવીને હથેળીથી સહેજ ચપટા વડાનો આકાર આપો.

ગોલ્ડન બ્રાઉન કરવા: તૈયાર વડાને ધીમાથી મધ્યમ આંચ પર બંને બાજુથી લાઈટ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

ખાસ ટિપ્સ: વડા તળતી વખતે આંચ બહુ ફાસ્ટ ન રાખવી, નહીં તો વડા બહારથી લાલ થઈ જશે પણ અંદરથી કાચા રહેશે.

તમારા ગરમાગરમ, ક્રિસ્પી ચણા દાળના વડા તૈયાર છે! તેને ફુદીનાની લીલી ચટણી, તળેલાં મરચાં અને આદુવાળી ગરમાગરમ ચા સાથે પીરસો અને વરસાદની મજા બમણી કરો.