Gift Ideas For Father's Day: ફાધર્સ ડેના ખાસ અવસરે પિતાને આપો આ ખૂબસૂરત ભેટ, જાણો કેટલાક મોર્ડન ગિફ્ટ્સ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 15 Jun 2024 03:46 PM (IST)Updated: Sat, 15 Jun 2024 03:46 PM (IST)
fathers-day-gifts-2024-best-gift-ideas-for-dad

Father's Day 2024 Gift Ideas: દરેક બાળક માટે તેના પિતા સુપરહીરો હોય છે. પિતાના સાથથી બાળક કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે જૂનના મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ અવસરે તમે તમારા પિતાને ખાસ ભેટ આપીને પ્રેમ વ્યક્ત કરી શકો છો. ત્યારે જાણો કેટલાક મોર્ડન ગિફ્ટ્સ વિશે, જે તમે તમારા પિતાને આપી શકો છો.

પિતા માટે બેસ્ટ છે આ ગિફ્ટ

ગ્રૂમિંગ કિટ
પિતાને તેમની મનપસંદ કંપનીની ગ્રૂમિંગ કિટ ભેટમાં આપી શકાય છે. તેમાં શેવિંગ કીટથી લઈને આફ્ટર શેવ લોશન, ક્રીમ, સ્ક્રબર વગેરેનો સમાવશે કરી શકાય છે.

રેડિયો
પિતાને રેડિયો ગિફ્ટ કરવાનો આઈડિયા પણ ઘણો શાનદાર છે. તમે ટ્રેડિશનલ રેડિયો અથવા ડિજિટલ રેડિયો ખરીદી શકો છો.

શર્ટ કે કુર્તા
પિતા તેમના પસંદગીના રંગનો શર્ટ પણ ગિફ્ટ કરી શકાય છે. તેમજ તેમના માટે કુર્તો પણ ખરીદીને ગિફ્ટ કરી શકાય છે.

સ્માર્ટ વોચ
ફાધર્સ ડેના ખાસ અવસરે તમે તમારા પિતાને સ્માર્ટ વોચ ગિફ્ટ કરી શકો છો. આ સ્માર્ટ વોચની મદદથી તેઓ પોતાના હેલ્થની સાથે ફોન કોલ્સ, મેસેજ વગેરે પણ સરળતાથી ચેક કરી શકે છે.

હેન્ડ બેગ
તમે તમારા પિતાને હેન્ડ પર્સ ગિફ્ટ કરી શકો છો. તેમાં સરળતાથી મોબાઈલ, પર્સ, સનગ્લાસ, અગત્યના ડોક્યુમેન્ટ્સ, ચાવી વગેરે રાખી શકાય છે.

ફાયર ટીવી સ્ટિક
જો તમારા પિતાને ફિલ્મો અને વેબસિરીઝ જોવાનું પસંદ છે, તો તેમને ફાયર ટીવી સ્ટિક ગિફ્ટ કરી શકાય છે. આમાં યુટ્યુબ, એમેઝોન પ્રાઇમ વીડિયો, હોટસ્ટાર વગેરે પર ફિલ્મો, સોંગ્સ, વેબસિરીઝ વગેરે પણ જોઈ શકાય છે.