Loading...

Bridal Mehndi Designs: બ્રાઈડલ લુકમાં ચાર ચાંદ લગાવી દેશે આ ૩ અનોખી મહેંદી ડિઝાઇન્સ

લગ્નની સિઝનમાં દુલ્હન માટે 3 લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ મહેંદી ડિઝાઇન્સ. પાનખર, વાઈન પેટર્ન અને મોર્ડન મહેંદી ડિઝાઇન સાથે તમારા બ્રાઈડલ લુકને બનાવો ખાસ.

By: Dimpal GhoyalEdited By: Dimpal Ghoyal Publish Date: Thu 29 Jan 2026 10:44 AM (IST)Updated: Thu 29 Jan 2026 10:44 AM (IST)
3-trending-bridal-mehndi-designs-that-will-give-you-a-special-look-681656

Bridal mehndi designs 2026: લગ્નમાં લહેંગા, મેકઅપ અને હેરસ્ટાઇલ જેટલી જ મહત્વની છે હાથોમાં રચાતી મહેંદી. મહેંદી માત્ર એક શુકન નથી, પણ દુલ્હનની સુંદરતા અને લાગણીઓનું પ્રતિબિંબ છે. જો તમે 2026ના તમારા લગ્ન માટે બેસ્ટ ડિઝાઇન શોધી રહ્યા છો, તો આ 3 સ્ટાઇલ અત્યારે સૌથી વધુ ધૂમ મચાવી રહી છે:

પાનખર મહેંદી ડિઝાઇન

જો તમે પરંપરાગત ડિઝાઈનથી કંટાળ્યા હોવ અને કંઈક હટકે શોધી રહ્યા હોવ, તો પાનખર ડિઝાઇન બેસ્ટ છે. આમાં સૂકા પાંદડા, લહેરાતી ડાળીઓ અને નાજુક ફૂલોની આકૃતિઓનો ઉપયોગ થાય છે. જે દુલ્હનોને બહુ ભારે કે ભરેલી મહેંદી નથી ગમતી અને સોબર (Sober) લુક જોઈએ છે, તેમના માટે આ પરફેક્ટ છે.

વાઈન પેટર્ન મહેંદી ડિઝાઇન

વેલ વાળી ડિઝાઇન સદાબહાર છે. તે હાથને લાંબા અને નાજુક દેખાડવામાં મદદ કરે છે. તે હથેળીથી શરૂ કરીને આંગળીઓ સુધી જતી પાતળી રેખાઓ, નાના ફૂલો અને નાજુક પાંદડાઓ આ ડિઝાઇનની સુંદરતા વધારે છે. જે દુલ્હનોને પ્રકૃતિ અને ફૂલો પ્રત્યે પ્રેમ છે, તેમના હાથ પર આ ડિઝાઇન ખૂબ જ આકર્ષક લાગે છે.

મોર્ડન મહેંદી ડિઝાઇન

આજની આધુનિક દુલ્હનો માટે આ ડિઝાઇન પહેલી પસંદ બની રહી છે. તે લહેંગા અને વેસ્ટર્ન ગાઉન બંને સાથે સારી લાગે છે. આમાં ભૌમિતિક આકારો આડી-ઊભી લાઈનો અને મિનિમલિસ્ટિક પેટર્નનો ઉપયોગ થાય છે. પરંપરાગત ડિઝાઇનની જગ્યાએ કંઈક નવું અને 'બોલ્ડ' ટ્રાય કરવા માંગતી દુલ્હનો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

તમારા લગ્નનો દિવસ ખાસ હોય છે, તો તમારી મહેંદી કેમ નહીં? તમારી પર્સનાલિટી અને આઉટફિટને અનુરૂપ આ ત્રણમાંથી કોઈ પણ એક ડિઝાઇન પસંદ કરીને તમે તમારા 'બ્રાઈડલ લુક'ને યાદગાર બનાવી શકો છો.