Drone War: વર્તમાન સમયમાં આધુનિક યુદ્ધોએ અનેક દેશોને એર ડિફેન્સના મોરચે રણનીતિને લઈ પુનઃવિચાર કરવા માટે મજબૂર કરી દીધા છે. રશિયા-યુક્રેન યુદ્ધથી લઈ મધ્યપૂર્વના સંઘર્ષોમાં સસ્તા ડ્રોન અને લોઈટરિંગ મ્યુનિશન મોટી સંખ્યામાં ઉપયોગ થઈ રહ્યા છે. તેમની પાછળ કરવામાં આવતો ખર્ચ પણ ઘણો ઓછો થાય છે તથા પારાવાર નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
વર્તમાન એર ડિફેન્સ સિસ્ટમ સામાન્ય રીતે યુદ્ધ વિમાનો તથા બેલેસ્ટિક મિસાઈલને અટકાવવા તથા તેને તોડી પાડવા માટે તૈયાર કરવામાં આવી હતી. તે ખૂબ જ મોંઘી હોય છે. તેનાથી તદ્દન વિપરીત આધુનિક ડ્રોન ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે અને વ્યૂહાત્મક રીતે તેને ગોઠવી શકાય છે. હવે આ ભેદ એટલે કે તફાવત વિશ્વભરના દેશોની સેનાઓ માટે મોટો પડકાર બની ગયેલ છે.
સસ્તા ડ્રોન સામે મોંઘા હથિયાર પરાસ્ત
રશિયા-યુક્રેન યુદ્ધ તથા મધ્ય પૂર્વમાં યુદ્ધે તસવીરને સ્પષ્ટ કરી દીધી છે. ઈરાન અને રશિયાએ શાહિદ(Shahed) સિરઝ જેવી ઓછી કિંમત ધરાવતા ડ્રોન મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યા છે. આ ડ્રોનનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવેલ છે. આ ડ્રોનનો સામનો કરવા માટે અનેક દેશોને પેટ્રિયટ (Patriot) જેવી મોંઘી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરવો પડ્યો છે. તેને લીધે ડ્રોનની કિંમતની તુલનામાં વધારે ખર્ચ
સસ્તી ડિફેન્સ ટેકનોલોજીની સ્પર્ધા
આ પડકારોનો સામનો કરવા માટે હવે સમગ્ર વિશ્વમાં સરકારો તથા ડિફેન્સ કંપનીઓ ઓછા ખર્ચ ધરાવતા નવા સોલ્યુશન્સની શોધમાં છે.આ દરમિયાન ઈન્ટરસેપ્ટર ડ્રોન તથા આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ સૌથી શ્રેષ્ઠ હથિયારો પર ઝડપભેર કામ ચાલી રહ્યું છે. યુક્રેન આ માટે લેબોરેટરી બની ગઈ છે. કંપનીઓ એવા ઈન્ટરસેપ્ટ ડ્રોન તૈયાર કરી રહી છે જે દુશ્મન દેશોના ડ્રોનને ઓછા ખર્ચમાં ખતમ કરી શકે છે.તેને લીધે અનેક દેશોએ યુક્રેનની કંપનીઓ સાથ ટેકનોલોજી સંબંધિત સહયોગ કરવા ઈચ્છા વ્યક્ત કરી છે.
આ નવી સ્પર્ધામાં અનેક નાના ડિફેન્સ ટેકનોલોજી કંપનીઓ ઝડપભેર આગળ વધી રહી છે. તેમાં યુક્રેનની Wild Hornets, જર્મનીની Tytan Technologies, બ્રિટનની Cambridge Aerospace જેવી કંપનીનો સમાવેશ થાય છે.
ડ્રોનની ભાળ મેળવવી તે એક મોટો પડકાર
ડ્રોનને તોડી પાડતા પહેલા તેમની ભાળ મેળવવી સરળ નથી. ટ્રેડિશનલ રડાર મોટા વિમાનોને ટ્રેક કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે. જોકે નાના ડ્રોન સામાન્ય રીતે ઓછી ઉંચાઈ પર ઉડે છે. યુક્રેને આ સમસ્યાનો સામનો કરવા Acoustic Sensors ડેવલપ માટે છે, જે ડ્રોનની અવાજના આધારે ઓળખ કરે છે. કેટલીક કંપનીઓ નાના ડ્રોનને પકડવા માટે ખાસ રડાર પણ તૈયારી કરે છે.
નિષ્ણાતોનું માનવું છે કે સસ્તા ડ્રોને યુદ્ધની વ્યૂહરચના સંપૂર્ણપણે બદલી નાંખી છે. હવે ફક્ત શક્તિશાળી હથિયાર જ નથી પણ ઓછા ખર્ચમાં પ્રભાવી ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવા એટલા જ જરૂરી છે. તાજેતરના યુદ્ધોની વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભવિષ્યના યુદ્ધમાં એવા જ દેશો જ આગળ રહેશે કે જે ઓછા ખર્ચમાં પ્રભાવી અને મોટાપાયે ઉપયોગ કરનાર ડિફેન્સ સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે.
