ખેડૂત મિત્રો ધ્યાન રાખો! સરકારની કૃષિ યોજનાનો લાભ લેવા માટે 'Farmer ID' ફરજિયાત; જાણો કયા દસ્તાવેજોની પડશે જરૂર

ગુજરાતના ખેડૂતો માટે એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ હેઠળ Farmer ID મેળવવો ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 17 May 2026 11:50 AM (IST)Updated: Sun, 17 May 2026 11:50 AM (IST)
gujarat-farmer-id-registration-agristack-process-documents

Farmer Registration Gujarat 2026: ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક ક્રાંતિકારી પહેલ કરી છે, કેન્દ્ર સરકારના એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં વર્ષ 2026 માટે ખેડૂતોની નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આ યોજના હેઠળ રાજ્યના ખેડતોને એક ફાર્મર આઈડી આપવામાં આવશે. આ આઈડીની મદદથી ખેડૂતોને સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ ઝડપથી પ્રાપ્ત થશે.

Farmer ID એટલે શું?

ફાર્મર આઈડી એક 11 અંકોનો ખાસ નંબંર છે. જે આધારકાર્ડની જેમ જ ખેડૂતો માટે ઉપયોગી છે. આ આઈડીની અંદર ખેડૂતોની વ્યક્તિગત વિગત, જમીનની માહિતી, તેમજ ખેતીને લગતી અગત્યની માહિતી ડિજીટલ સ્વરુપે સંગ્રહિત કરવામાં આવશે.

Farmer IDનો ખેડૂતોને ફાયદો

આ ડિજિટલ ઓળખપત્રની મદદથી ખેડૂતો ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાનો ખૂબ જ ઝડપથી અને સરળતાથી લાભ મેળવી શકશે. આ આઈડી નીચે મુજબની યોજનાઓમાં ખૂબ ઉપયોગી સાબિત થશે:

  • પીએમ કિસાન સન્માન નિધિ યોજના
  • કિસાન ક્રેડિટ કાર્ડ
  • પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પાક વીમો)
  • ટેકાના ભાવે (MSP) ખરીદીની યોજના
  • રાષ્ટ્રીય કૃષિ બજાર (e-NAM)

રજિસ્ટ્રેશન કરાવવા માટે જરુરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર (OTP વેરિફિકેશન માટે)
  • જમીનનો સર્વે નંબર / ખાતા નંબર
  • બેંક ખાતાની વિગતો (પાસબુક કે કેન્સલ ચેક)

ગુજરાતમાં ફાર્મર આઈડી મેળવવા માટે ઓનલાઈન નોધણી માટેની ખેડૂતો પોતે નજીકન સીએસસી સેન્ટર પર જઈને અરજી પ્રક્રિયા કરી શકે છે.

  • સૌપ્રથમ ખેડૂતોએ એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રીના પોર્ટલ gjfr.agristack.gov.in પર જવાનું રહેશે.
  • હોમપેજ પર farmer login સેક્શનમાં જઈને create new account પર ક્લિક કરવાનું રહેશે.
  • ખેડૂત મિત્રે આધાર નંબર દાખલ કર્યા બાદ લિંક નંબર પર આવેલો ઓટીપી નંબંર દાખલ કરીને વેરિફિકેશન પૂર્ણ કરવાનું રહેશે.
  • ત્યારબાદ, નવો પાસવર્ડ સેટ કરીને પોર્ટલ પર લોગઈન કરવું
  • લોગઈન કર્યા બાદ ખેડૂતે વ્યક્તિગત માહિતી ચકાસીને જમીન માલિકીની માહિતી પસંદ કરવી
  • જમીનના સર્વે નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન જમીનનો રેકોર્ડ ફેચ લોડ કરો.
  • ખેડૂત મિત્રે જમીનના તમામ રેકોર્ડની યોગ્ય તપાસ કર્યા બાદ, આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઈ સાઈનની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.
  • પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી સ્ક્રીન પર એક એનરોલમેન્ટ નંબર (Enrollment Number) જનરેટ થશે, જેને ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખવો.