US-Israel-Iran War LIVE: સાત દેશોના ગ્રુપ (Group 7)એ પશ્ચિમ એશિયાના અનેક દેશોમાં નાગરિકો તથા મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખા પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની આકરી ટીકા કરી છે. એક સંયુક્ત નિવેદનમાં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાના વિદેશી મંત્રીઓ તથા યુરોપિયન યુનિયન (EU)ના પ્રતિનિધિએ આ હિંસાથી અસરગ્રસ્ત દેશો સાથે એકજૂટતા વ્યક્ત કરી છે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું કે G7 ઈરાન અને તેના સહયોગી દ્વારા કરવામાં આવી રહેલા અયોગ્ય અને બિનજરૂરી હુમલાને ધ્યાનમાં રાખી અમે અમારા સહયોગીને સમર્થન આપી છીએ.
ઈરાને F-15 ફાઈટર જેટ તોડી પાડ્યું
🔥 🇮🇷 Iranian surface-to-air missiles destroy F-15 fighter jet near Hormuz Island pic.twitter.com/NwIVH9iZvG
— Sputnik (@SputnikInt) March 22, 2026
ઈરાનની મીડિયા IRIB તથા સેનાના સૂત્રોએ જણાવ્યું છે કે અમેરિકા અને ઈઝરાયેલના વિમાનો સતત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઉડ્ડાનો ભરી રહ્યા છે. આ સંજોગોમાં દુશ્મન દેશના F-15 વિમાનને ઈરાનની વાયુ સેનાએ ઈન્ટરસેપ્ટ કર્યું હતું અને હવામાં જ તોડી પાડ્યું છે. આ અંગે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ચિમકી સામે ઈરાનનો વળતો પ્રહાર
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે તહેરા 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટને નહીં ખોલે તો તેના પાવર પ્લાન્ટનો નાશ કરવામાં આવશે. જેના જવાબમાં ઈરાને પણ ચીમકી આપી છે તે જો તેના પર હુમલો કરવામાં આવશે તો તે પણ જવાબી કાર્યવાહી કરશે અને અમેરિકી સૈન્ય થાણા ધરાવતા દેશોની ઓઈલ-જળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરશે.
G7 દેશોએ ચેતવણી આપી છે કે ઈરાનની કાર્યવાહી લક્ષિત દેશો માટે સંકટરૂપ છે તે ઉપરાંત ક્ષેત્રિય તથા વૈશ્વિક સુરક્ષા માટે પણ તે વ્યાપક જોખમનું સર્જન કરે છે. આ સાથે G7એ ઈરાનને તેની સૈન્યગતિવિધિને તાત્કાલિક અટકાવી દેવા માંગ કરી છે. ઈઝરાયેલની ન્યૂક્લિયર ફેસિલિટી ડિમોના પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાની પણ ટીકા કરી હતી.
ઈરાને 400 બેલિસ્ટીક મિસાઈલ છોડી, ઈઝલાયેલે 92 ટકા હવામાં જ તોડી પાડી-Iran fires 400 ballistic missiles, 92% intercepted
ઈઝરાયેલી આર્મીએ કહ્યું છે કે અમેરિકા-ઈઝરાયલનું ઈરાન (US-Israeli And Iran War) સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ઈઝરાયેલ પર 400 મિસાઈલો છોડવામાં આવી છે અને આ પૈકી 92 ટકા સફળ ઈન્રસેપ્શન રેટ રહ્યો છે. ઈરાનની મિસાઈલો શનિવારે દક્ષિણ ઈઝરાયેલમાં બે શહેરો પર પડી હતી.
UAEએ કહ્યું- રવિવારે 4 બેલિસ્ટીક મિસાઈલ, 25 ડ્રોન ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા
ઈરાન દ્વારા UAE પર 4 બેલિસ્ટીક મિસાઈલ અને 25 ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. યુદ્ધ શરૂ થયું ત્યારથી UAE પર 345 બેલિસ્ટીક મિસાઈલ, 15 ક્રુઝ મિસાઈલ્સ અને 1,773 ડ્રોનને ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા છે. ઈરાનના હુમલામાં બે સૈનિક, છ નાગરિકના મોત થયા છે અને 160 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
