Balochistan News: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચ બળવાખોરો અને પાકિસ્તાની સેના વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ અત્યંત લોહિયાળ વળાંક પર પહોંચ્યો છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) ની 'માજીદ બ્રિગેડ' ની બે મહિલા લડવૈયાઓએ પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI ના મુખ્યાલય પર વિનાશક ફિદાયીન હુમલા કર્યા છે. BLA ના દાવા મુજબ, આ હુમલાઓમાં 100 થી 200 જેટલા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.
ઓપરેશન હારોફ: ફેઝ-2 ની તબાહી
BLA દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, 'ઓપરેશન હારોફ' નો બીજો તબક્કો છેલ્લા 40 કલાકથી બલૂચિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ચાલી રહ્યો છે. બળવાખોરોએ દાવો કર્યો છે કે તેમણે ઘણા શહેરી અને ગ્રામીણ વિસ્તારો પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે.
Baloch Liberation Army Video:
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 2, 2026
“During Operation Herof, Phase Two at the Gwadar Front, Fidayee Hawa Baloch fought selflessly, shoulder to shoulder with fellow Fidayeen. This was her final message, sent twelve hours before her martyrdom.” pic.twitter.com/tedajNIjkD
બે મહિલા ફિદાયીન લડવૈયાઓની ઓળખ
BLA એ હુમલામાં સામેલ બે મહિલા લડવૈયાઓના ફોટા અને વિડિયો જાહેર કર્યા છે:
- 1) હવા બલોચ: ગ્વાદરમાં પાકિસ્તાની સેના સામે લડતા શહીદ થયેલી હવા બલોચ વ્યવસાયે લેખિકા હતી. તેના પિતા પણ અગાઉ બલૂચ ચળવળમાં માર્યા ગયા હતા. હવાએ મરતા પહેલા બલૂચ મહિલાઓને સશસ્ત્ર ક્રાંતિમાં જોડાવા આહવાન કર્યું હતું.
- 2) આસિફા મેંગલ: 23 વર્ષીય આસિફાએ 31 જાન્યુઆરીના રોજ નોશ્કીમાં આવેલા ISI ના મુખ્યાલય પર આત્મઘાતી હુમલો કર્યો હતો.
ISI અને પાકિસ્તાની સેનાને ભારે નુકસાન
બલૂચ બળવાખોરોના જણાવ્યા મુજબ, પાકિસ્તાની રાજ્ય દ્વારા મહિલાઓ અને પુરુષો પર કરવામાં આવતા અત્યાચારોનો બદલો લેવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
- સૈનિકોના મોત: BLA નો દાવો છે કે આ ઓપરેશનમાં 200 થી વધુ પાકિસ્તાની સૈનિકો, પોલીસ અને ફ્રન્ટિયર કોર્પ્સના જવાનો માર્યા ગયા છે.
- અટકાયત: 17 સૈનિકોને પકડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નોશ્કીના ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરની પણ અટકાયત કરવામાં આવી હતી, જોકે બાદમાં તેમને મુક્ત કરી દેવાયા હતા.
બલૂચ મહિલાઓનો વધતો પ્રતિકાર
આ ઘટના દર્શાવે છે કે હવે બલૂચિસ્તાનમાં મહિલાઓ પણ સશસ્ત્ર સંઘર્ષમાં સક્રિયપણે જોડાઈ રહી છે. BLA ના મતે, બલૂચ મહિલાઓ બૌદ્ધિક કે વ્યવહારિક રીતે નબળી નથી અને હવે તેઓ પોતાના હક અને ન્યાય માટે આત્મઘાતી હુમલા કરતા પણ અચકાતી નથી.
પાકિસ્તાની સેનાએ હજુ સુધી સત્તાવાર રીતે આટલી મોટી સંખ્યામાં જાનહાનિની પુષ્ટિ કરી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયો અને BLA ના દાવાઓએ પાકિસ્તાન સરકારની ઊંઘ હરામ કરી દીધી છે.
