Loading...

Nanda Devi LPG Carrier: ભારત માટે સારા સમાચાર, 46 હજાર ટન LPG લઈ આવી રહેલુ ભારતીય જહાજ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી સફળતાપૂર્વક નિકળી આવ્યું

આ જહાજમાં આગામી બે દિવસમાં ભારતના પોર્ટ સુધી પહોંચી શકે છે. તે મુંબઈ અથવા કંડલા પોર્ટ પર પહોંચી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 14 Mar 2026 06:07 PM (IST)Updated: Sat 14 Mar 2026 06:07 PM (IST)
nanda-devi-lpg-carrier-safe-passage-from-strait-of-hormuz-to-india-with-46000-tons-of-lpg-708285

Nanda Devi LPG Carrier Crossed Strait of Hormuz : ભારતનું બીજુ LPG કેરિયર જહાજ નંદા દેવી એલપીજી કેરિયર (Nanda Devi LPG Carrier) સફળતાપૂર્વક Strait Of Hormuzમાંથી નિકળી ખુલ્લા સમુદ્રમાં પહોંચી ગયું છે. CNN News-18એ સરકારી સૂત્રોને ટાંકી આપેલા અહેવાલ પ્રમાણે આ પગલું ખાડી વિસ્તારમાં તણાવની સ્થિતિ વચ્ચે ભારતની ઊર્જા સપ્લાઈને સુરક્ષિત રીતે આગળ વધારવાના પ્રયાસના ભાગરૂપે છે. જહાજ હવે ભારતીય નૌકાદળની સુરક્ષા હેઠળ આવી ગયું છે. નૌકાદળ તેને ભારત સુધીના આગામી માર્ગમાં માર્ગદર્શન કરશે.

જહાજમાં 46 હજાર ટનથી વધારે LPG
મળતી માહિતી પ્રમાણે આ જહાજમાં આગામી બે દિવસમાં ભારતના પોર્ટ સુધી પહોંચી શકે છે. તે મુંબઈ અથવા કંડલા પોર્ટ પર પહોંચી શકે છે.જહાજમાં આશરે 46 હજાર ટનથી વધારે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG છે. આ કાર્ગો ભારતની ઊર્જા જરૂરિયાતને પૂરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ખાડી દેશોમાં જે તણાવભરી સ્થિતિ પ્રવર્તિ રહી છે તેને લીધે શિપિંગ પ્રવૃત્તિઓમાં અવરોધ જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારત પાસે LPG જહાજ શિવાલિક એલપીજી જહાજ (Shivalik LPG Vessel) પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયું હતું.

દરમિયાન જહાજ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ જળક્ષેત્રમાં તેની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે નૌકાદળની મદદ લેવામાં આવી રહી છે. સરકારી અધિકારીઓએ આ અગાઉ સંકેત આપ્યા હતા કે વ્યૂહાત્મક વાતચીત બાદ ભારતીય LPG જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી મળશે.

હવે શિવાલિક તથા નંદા દેવી બન્ને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી બહાર થઈ ચુક્યા છે. તો અધિકારીઓનું માનવું છે કે જરૂર પડે અન્ય જહાજોને પણ આ રીતે વ્યવસ્થા લાગૂ કરવામાં આવી શકે છે. આ ઘટનાક્રમ ભારત માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે. કારણ કે દેશ LPGની આયાત માટે ખાડી દેશો પર આધાર રાખે છે. અધિકારીઓનું કહેવું છે કે આ જહાજો સફળતાપૂર્વક પાર થવાના સંકેત એ બાબત દર્શાવે છે કે વિશ્વના મહત્વના સમુદ્રી માર્ગો પૈકી એક ભારતીય ઊર્જા સપ્લાઈને સુરક્ષિત રાખવા માટે એક વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવેલ છે.