Loading...

Middle East Conflict: નાટો અને મિત્ર દેશો સામે ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ; મદદ ન મળતા આપી ગંભીર ચેતવણી

વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશોને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આ મુશ્કેલ સમયમાં સહયોગી દેશો અમેરિકાની પડખે નહીં ઊભા રહે તો નાટોનું ભવિષ્ય ખૂબ જ ખરાબ હશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 16 Mar 2026 02:38 PM (IST)Updated: Mon 16 Mar 2026 02:38 PM (IST)
middle-east-conflict-president-donald-trump-has-issued-a-warning-to-nato-and-allied-countries-709168

Middle East Conflict: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં સર્જાયેલી કટોકટી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ સહયોગી દેશો પર લાલચોળ થયા છે. ઇરાન સાથેના વધતા તણાવ અને તેલ પુરવઠામાં અવરોધ વચ્ચે નાટો (NATO) દેશો અને અન્ય મિત્ર દેશો તરફથી સૈન્ય મદદ ન મળતા ટ્રમ્પે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે.

નાટોના ભવિષ્ય પર ટ્રમ્પના સવાલો

વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશોને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આ મુશ્કેલ સમયમાં સહયોગી દેશો અમેરિકાની પડખે નહીં ઊભા રહે તો નાટોનું ભવિષ્ય ખૂબ જ ખરાબ હશે. ટ્રમ્પ તે વાતથી નારાજ છે કે હોર્મુઝના માર્ગેથી તેલ અને ગેસનો સૌથી વધુ ફાયદો મેળવનારા દેશો તેની સુરક્ષા માટે આગળ નથી આવી રહ્યા. તેમણે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું કે, "હોર્મુઝથી ફાયદો લેનારા દેશોએ તેની સુરક્ષાની જવાબદારી પણ ઉઠાવવી જોઈએ." ટ્રમ્પે ઉમેર્યું કે યુક્રેનના મામલે પણ તેમને આ દેશોની મદદની જરૂર પડી નહોતી, અને હવે જો તેઓ હોર્મુઝ મામલે પીછેહઠ કરશે તો તે સહન કરવામાં આવશે નહીં.

જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોનો ઈનકાર

ટ્રમ્પે હોર્મુઝના દરિયાઈ માર્ગને ખુલ્લો રાખવા અને ત્યાં બિછાવેલી સુરંગોને સાફ કરવા માટે લગભગ 7 દેશો પાસે પોતાના યુદ્ધજહાજો તૈનાત કરવાની માંગ કરી હતી. જોકે, તેમને મોટો આંચકો લાગ્યો છે કારણ કે અમેરિકાના અત્યંત નજીકના ગણાતા દેશોએ પણ મદદ માટે ના પાડી દીધી છે:

  • જાપાન: જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચી એ સ્પષ્ટ કર્યું છે કે તેમના દેશના બંધારણને કારણે યુદ્ધજહાજો મોકલવા મુશ્કેલ છે અને તેમની આવી કોઈ યોજના નથી.
  • ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાના પરિવહન મંત્રી કેથરીન કિંગે પણ સાફ કહી દીધું છે કે તેમનું ધ્યાન હાલ પ્રાદેશિક સુરક્ષા પર છે અને તેઓ હોર્મુઝમાં નૌસેના મોકલશે નહીં.
  • ફ્રાન્સ: ફ્રાન્સના રક્ષા મંત્રી કેથરીન વોટ્રિને જણાવ્યું છે કે જ્યાં સુધી આ યુદ્ધ વધતું રહેશે ત્યાં સુધી તેઓ જંગી જહાજો મોકલશે નહીં.
  • તુર્કી અને જર્મની: નાટો પાર્ટનર તુર્કીએ પણ આ જંગથી છેડો ફાડી લીધો છે, જ્યારે જર્મનીએ આવા કોઈ મિશનની અસરકારકતા પર શંકા વ્યક્ત કરી છે.
  • દક્ષિણ કોરિયા: આ મામલે દક્ષિણ કોરિયાએ હજુ કોઈ પાકો નિર્ણય લીધો નથી અને તેઓ હાલ વિચારણા કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.
  • હોર્મુઝ માર્ગનું મહત્વ અને વૈશ્વિક અસર

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ દુનિયાનો સૌથી મહત્વનો 'ચોક પોઈન્ટ' છે. વિશ્વના કુલ તેલ વપરાશનો 20% અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નો 20% પુરવઠો આ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. દરરોજ અંદાજે 20 મિલિયન બેરલ તેલ અહીંથી નિકાસ થાય છે. ઈરાન આ માર્ગ પર અંકુશ ધરાવે છે અને યુદ્ધના કારણે જહાજોની અવરજવર અટકતા વૈશ્વિક બજારમાં તેલ-ગેસનું સંકટ ઘેરું બન્યું છે. ભારતના 4 જહાજોને અત્યાર સુધીમાં પસાર થવાની મંજૂરી મળી છે, પરંતુ અન્ય દેશો માટે સ્થિતિ ગંભીર છે.

ઈરાનની શક્તિ અને અમેરિકાની વ્યૂહરચના

ટ્રમ્પનો દાવો છે કે ઈરાનની ઉત્પાદન ક્ષમતા હવે લગભગ ખતમ થઈ ગઈ છે અને તેઓ પહેલા કરતા માત્ર 20% ડ્રોન અને મિસાઈલ છોડી રહ્યા છે. બીજી તરફ, સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ અને અન્ય નેતાઓના નિધન બાદ પણ ઈરાન નમતું જોખવા તૈયાર નથી. મજતબા ખામેનેઈએ અમેરિકા પાસે વળતરની માંગ કરી છે અને યુદ્ધ ચાલુ રાખવાની ધમકી આપી છે. અમેરિકાએ હવે આ વિસ્તારમાં 10,000 ઇન્ટરસેપ્ટર ડ્રોન અને 'USS ત્રિપોલી' જેવું જંગી યુદ્ધજહાજ મોકલવાની તૈયારી કરી છે.