Trump Threat Iran:ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયેલ તરફથી કરવામાં આવી રહેલી સંયુક્ત કાર્યવાહીને આજે એક મહિનાથી વધારે સમય પસાર થઈ ગયો છે. હજુ સુધી સીઝફાયરને લઈ સહમતી જોવા મળી રહી નથી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક પોસ્ટ એ યુદ્ધની સ્થિતિને ગંભીર બનાવી દીધી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલાને લઈ ગંભીર ધમકી આપ છે. ટ્રમ્પે આ અગાઉ ઈરાનને સમજૂતી કરી લેવા માટે 6 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો, જે અંગે ટ્રમ્પે આજે ફરી યાદ અપાવી છે.
US President Donald Trump posts on Truth Social, "Remember when I gave Iran ten days to make a deal or open up the Hormuz Strait. Time is running out - 48 hours before all Hell will reign (rain) down on them..." pic.twitter.com/MDummvF1SF
— ANI (@ANI) April 4, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરી છે. તેમાં તેમણે કહ્યું છે કે યાદ રહે કે જ્યારે હું ઈરાનને સમજૂતી કરવા અથવા હોર્મુઝ સ્ટ્રેટને ખાલી કરવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો? સમય ઝડપભેર પસાર થઈ રહ્યો છે.
ટ્રમ્પ આગળ લખે છે કે 48 કલાક બાદ તેમની ઉપર ભયાનક રીતે તૂટી પડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્ર્મ્પ તરફથી આપવામાં આવેલા 10 દિવસનો સમય પૂરો થવાને 48 કલાક બાકી છે. આ સંજોગોમાં સમય પૂરો થાય તે અગાઉ ટ્રમ્પ તરફથી આ પોસ્ટ કરવામાં આવી છે.
ઈરાનના હુમલા ચાલુ
એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે કોઈ પહેલ કરી રહ્યું નથી. તાજેતરમાં ઈરાને ટ્રમ્પના સંદેશવાહક પાકિસ્તાનને મોટો ફટકો માર્યો છે. ઈરાને ટ્રમ્પની બધી શરતો અને પાકિસ્તાનની મધ્યસ્થીને સંપૂર્ણપણે નકારી કાઢી છે. વધુમાં ઈરાને મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને અમેરિકા પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં, ઈરાને બે અમેરિકી લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે, જેમાં એક F-35 અને એક F-15, એક A-10 વિમાન અને અનેક લશ્કરી હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. આ યુદ્ધમાં અમેરિકાને અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો છે.
