Blast In Pakistan:પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં 7 લોકોના થયા મોત

Blast In Pakistan:પાકિસ્તાનના અશાંત વિસ્તાર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં શનિવારે એક માર્ગની બાજુ પર એક પછી એક એમ કૂલ બે બોમ્બ વિસ્ફોટ થતા ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે 

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 20 Jun 2026 04:32 PM (IST)Updated: Sat, 20 Jun 2026 04:32 PM (IST)
7-people-killed-in-serial-bomb-blasts-in-pakistans-khyber-pakhtunkhwa

Blast In Pakistan:પાકિસ્તાનના અશાંત વિસ્તાર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં શનિવારે એક માર્ગની બાજુ પર એક પછી એક એમ કૂલ બે બોમ્બ વિસ્ફોટ થતા ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિકારી તરફથી આ ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે. અત્યારે તો કોઈ સંગઠને આ આત્મઘાતી હુમલાની જવબાદારી લીધી નથી અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે.

પોલીસની માહિતી પ્રમાણે પહેલા IED વિસ્ફોટ એક યાત્રી વાનને નિશાન કરીને કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ લોકોનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ તે સ્થાન પર રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા લોકોને નિશાન બનાવીને બીજો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો,. જેમાં બે લોકોના મોત થયા હતા.

પોલીસ અધિકારીએ શું કહ્યું?

આ વિસ્ફોટ બન્નુ જિલ્લાના માર્કા બેરી વિસ્તારમાં થયો હતો. બન્નુ જિલ્લા પોલીસ અધિકારી (DPO) યાસિર અફ્રિદીની માહિતી પ્રમાણે આ વિસ્ફોટ ત્યારે થયો કે જ્યારે માર્ગની બાજુ એક ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) ફાટ્યો હતો. જેમાં એક યાત્રી વાત તેની ઝપટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે.