Kesar Mango Price Today in Talala APMC, 19 June 2026: માત્ર ગુજરાત કે ભારત નહીં પરંતુ વિદેશમાં પણ ગીર સોમનાથના તાલાલાની કેસર કેરી પ્રખ્યાત છે. ત્યારે ગઇકાલે 18 જૂન 2026ના રોજ તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષની કેસર કેરીની સત્તાવાર સીઝન 61 દિવસના અંતે પૂર્ણ થઇ છે. સામાન્ય રીત 40થી 45 દિવસ સુધી સીઝન ચાલતી હોય છે પરંતુ આ વખતે યાર્ડમાં 61 દિવસ સુધી સીઝન ચાલી છે. જેમાં રેકોર્ડ 9.44 લાખ બોક્સની આવક થઇ છે. ખેડૂતોના સરેરાશ 570 રૂ.નો ભાવ મળ્યો છે. આ સીઝનમાં ખેડૂતોને અંદાજે 54 કરોડ રૂપિયાની આવક થઇ છે.
મબલખ પાક સાથે ખેડૂતોના સારો ભાવ મળ્યો
એવું લાગી રહ્યું હતું કે માવઠું, વાવાઝોડું કે પ્રિ-મોન્સૂનની અસર જોવા મળી ન હતી. તેમજ ગત વર્ષે થયેલા સારા વરસાદના કારણે આ સીઝનમાં કેરીનો સારો એવો પાક ઉતર્યો છે. મબલખ કેરીની આવક થવાથી ખેડૂતોને ફાયદો થયો છે. માર્કેટ યાર્ડ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસર, બે મહિના સુધી ચાલેલી આ સિઝનમાં કુલ 9,44,500 બોક્સની આવક નોંધાઈ છે. તાલાલા યાર્ડમાં થયેલી હરાજીમાં ખેડૂતોને સરેરાશ 570 રૂ.નો ભાવ મળ્યો છે. સીઝન દરમિયાન 970 રૂપિયા જ્યારે નીચો ભાવ 340 રૂપિયા સુધી નોંધાયો હતો.
વિદેશમાં સારી એવી કેરીની નિકાસ કરાઇ
માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ તાલાલા માર્કેટ યાર્ડમાંથી સારી એવી કેરીની નિકાસ કરવામાં આવી છે. યાર્ડ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ પર નજર ફેરવીએ તો કેસરી કેરી સૌથી વધુ અમેરિકામાં ત્યારબાદ યુકે, કેનેડા અને દુબઇમાં નિકાસ કરવામાં આવી છે. અમેરિકામાં 55 ટન, યુકેમાં 20 ટન, કેનેડામાં 12 અને દુબઇમાં 4 ટન કેરીની નિકાસ કરવામાં આવી છે.
કયા વર્ષમાં કેટલી કેરીની આવક થઇ
| વર્ષ | કુલ આવક (ક્વિન્ટલમાં) | કુલ બોક્ષની આવક (10 કે.જી.) | ક્વિન્ટલના સરેરાશ ભાવ | 10 કે.જી. બોક્ષના સરેરાશ ભાવ |
| 2026 - 2027 | 94,450 | 9,44,500 | 5,700 | 570 |
| 2025 - 2026 | 44,945 | 4,49,450 | 5,600 | 560 |
| 2024 - 2025 | 59,070 | 5,90,700 | 7,000 | 700 |
| 2023 - 2024 | 1,11,354 | 11,13,540 | 4,250 | 425 |
| 2022 - 2023 | 50,532 | 5,03,321 | 7,400 | 740 |
| 2021 - 2022 | 58,559 | 5,85,595 | 3,550 | 355 |
| 2020 - 2021 | 68,793 | 6,87,931 | 3,750 | 375 |
| 2019 - 2020 | 77,539 | 7,75,395 | 3,450 | 345 |
| 2018 - 2019 | 83,084 | 8,30,340 | 3,100 | 310 |
| 2017 - 2018 | 1,06,775 | 10,67,755 | 2,650 | 265 |
| 2016 - 2017 | 1,06,686 | 10,66,860 | 2,830 | 283 |
| 2015 - 2016 | 71,733 | 7,17,335 | 2,500 | 250 |
| 2014 - 2015 | 94,170 | 9,41,702 | 2,100 | 210 |
| 2013 - 2014 | 1,18,508 | 11,85,086 | 2,540 | 254 |
| 2012 - 2013 | સેલ થયેલ નથી | - | - | - |
| 2011 - 2012 | 83,129 | 8,32,187 | 2,100 | 210 |
| 2010 - 2011 | 1,48,702 | 14,87,025 | 1,430 | 143 |
| 2009 - 2010 | 63,184 | 6,31,840 | 2,080 | 208 |
| 2008 - 2009 | 96,142 | 9,61,425 | 1,290 | 129 |
| 2007 - 2008 | 1,00,389 | 10,03,389 | 1,400 | 140 |
| 2006 - 2007 | 1,09,617 | 10,96,179 | 900 | 90 |
| 2005 - 2006 | 1,17,000 | 11,78,000 | 850 | 85 |
| 2004 - 2005 | 1,30,000 | 13,00,000 | 1,300 | 130 |
| 2003 - 2004 | 59,518 | 5,95,180 | 1,450 | 145 |
| 2002 - 2003 | 91,411 | 9,14,110 | 850 | 85 |
| 2001 - 2002 | 43,143 | 4,31,430 | 750 | 75 |
| 2000 - 2001 | 51,510 | 5,15,100 | 825 | 82 |
