Kesar Mango Price in Talala: તાલાલાથી કેસર કેરી એક્ષ્પોર્ટ થાય એવા માલની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે તાલાલાના ચેતનભાઈ મેંદપરાએ ઓસ્ટ્રેલિયા ખાતે કેસર કેરી એક્ષ્પોર્ટ કરી હતી. આ પછી ગઈકાલે અમેરીકાના ન્યુજર્સીમાં 1 હજાર બોક્સનો જથ્થો એર કાર્ગો મારફત એક્ષ્પોર્ટ કર્યો છે. મહત્ત્વનું છે કે, તાલાલા સહિત ગીરમાં નવી આંબાવાડીઓમાં આંબા સાત વર્ષથી પંદર વર્ષની ઉપરના હોય તેમાં આવતો કેરીનો ફાલ ચોખ્ખો હોય છે. આ કેરી એકપોર્ટ માટે એક્સરખી મળે છે.
મળતી વિગતો મુજબ,ચેતનભાઈએ તાલાલા ગીરપંથકના વિવિધ ગામોમાંથી કેરી મેળવી હતી. આ પછી અમદાવાદના બાવળામાં સરકાર સંચાલિત પ્લાન્ટમાં કેરીના ગ્રેડીંગ-વોશીંગ કરી હતી. અમેરીકા કેરી મોકલવા માટે ફરજીયાત રેડીએશનની પક્રિયા કરાવી હતી. આ રેડીએશન પ્રક્રિયાથી ફળમાં રહેલ કોઈપણ પ્રકારની જીવાત- જંતુ નાશ પામે પછી જ તે માલને અમેરીકામાં એન્ટ્રી મળે તે પ્રોસેસ પૂર્ણ કરી અમદાવાદથી એર કાર્ગો મારફત કેસર કેરીના 1 હજાર બોક્સ રવાના કરાયા હતા.
કેસર કેરીને બાર નંગ મળી 3 કિલોના બોક્સમાં પેક કરાયા હતા. અમેરીકામાં મોલની અંદર કેરી વેચાશે. સરેરાશ 20થી 25 ડોલરમાં કેરીનું રીટેઈલ વેચાણ થાય છે. કેરી એક્ષ્પોર્ટ માટે જરૂરી પ્રોસેસ કરી કુલ 1 હજાર ભોક્સ મોકલાયા છે. અમેરીકામાં વસતા ભારતીયો સહિત અમેરીકનો કેસર કેરીનો સ્વાદ માણશે.
