દમણને મળશે મોટી ભેટ: રુ. 97 કરોડના ખર્ચે બનેલું અત્યાધુનિક એરપોર્ટ જૂનથી શરૂ થશે, દમણ હવાઈ માર્ગે દિલ્હી-મુંબઈ-અમદાવાદ સાથે જોડાશે

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ₹ 97 કરોડના ખર્ચે બનેલું અત્યાધુનિક ડોમેસ્ટિક એરપોર્ટ જૂન મહિનાથી શરૂ થવા જઈ રહ્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 23 May 2026 10:21 AM (IST)Updated: Sat, 23 May 2026 10:21 AM (IST)
daman-new-domestic-airport-june-launch-pm-modi-delhi-mumbai-ahmedabad

Daman Domestic Airport: કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અંદાજે 97 કરોડના ખર્ચે બનનારા નવા એરપોર્ટની કામગીરી હવે છેલ્લા તબક્કામાં છે. ત્યારે નિર્માણ પામેલા નવા અત્યાધુનિક એરપોર્ટનું પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન થાય તેવી શક્યતા છે. આ એરપોર્ટ શરુ થતાની સાથે જ દમણથી પહેલી કોમર્શિયલ ફ્લાઈટ દિલ્હીની શરુ થશે.

દમણમાં અત્યાધુનિક એરપોર્ટ શરુ થશે

દમણના નવા એરપોર્ટ શરુ થયાની સાથે જ મુંબઈ, દિલ્હી અને અમદાવાદ સાથે એર કનેક્ટિવિટીથી જોડાઈ જશે. આ ડોમેસ્ટિક એરપોર્ટનો લાભ પ્રવાસીઓને થશે. આ એરપોર્ટ પર દમણ-દિલ્હી સેક્ટર પર ઉદ્ધાટન ફલાઈટ શરુ થશે, જે બાદ ટૂંક સમયમાં અમદાવાદ અને મુંબઈની ફ્લાઈટ શરુ થશે.

એરપોર્ટનું સંચાલન સુરત એરપોર્ટ ઓથોરિટી કરશે

સુરત એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર આનંદ શર્માના જણાવ્યા મુજબ, આ નવું એરપોર્ટ 101,000 ચો.મી વિસ્તારમાં બનાવાયું છે. તેમજ આધુનિક સુવિધાથી સુસજ્જ ટર્મિનલ બિલ્ડીંગ 5,460 ચોમી વિસ્તારમાં ફેલાયેલ છે. દમણનું આ નવું ડોમેસ્ટિક એરપોર્ટનું સંચાલન સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે.

અમદાવાદ અને દક્ષિણ ગુજરાતને કનેક્ટિવિટી મળશે

ડોમેસ્ટિક એરપોર્ટ પર આવેલો રન-વે હાલ 1800 મીટર જેટલો લાંબો છે. જોકે, ભવષ્યમાં રનવેને 400 મીટર લંબાવી દેવાની વહીવટી પ્રક્રિયા શરુ કરાઈ છે. આ કામગીરીથી મોટા વિમાનો પણ આસાનીથી અવરજવર કરી શકશે, દમણમાં નવા એરપોર્ટના નિર્માણથી દક્ષિણ ગુજરાતને સીધો ફાયદો થશે.ઉપરાંત દમણના ટુરિઝમને પણ ફાયદો થશે. ઉપરાંત આ એર કનેક્ટિવિટીથી વિદેશી રોકાણકારો અને ઉદ્યોગપતિઓ માટે બિઝનેસ ટ્રીપ કે મીટિંગમાં ખૂબ જ સરળતા રહેશે

એરપોર્ટ પર મુસાફરોને આધુનિક સુવિધા મળશે

  • વેઈટિંગ રુમમાં 180 યાત્રિકો બેસી શકે તેવી વ્યવસ્થા, વીઆઈપી રુમમાં 16 લોકો બેસી શકશે.
  • એરપોર્ટ પર 12થી 16 ચેક ઈન કાઉન્ટર્સ અને 6 એરલાઈન્સ ઓફિસ છે.
  • એરપોર્ટ પર નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ માટે ચાઈલ્ડ કેર રુમ
  • મુસાફરોને આદ્યાત્મિક શાંતિ મળી રહે માટે પ્રેયર રુમની સુવિધા.
  • 57 ફોર-વ્હીલર અને 48 ટુ-વ્હીલર પાર્કિંગ સ્પેસ ઉપરાંત 5 રિટેલ શોપની સુવિધા.
  • એરપોર્ટ પર મોટા વિમાનો પણ લેન્ડ થઈ શકશે. રન-વે 1800 મીટરથી વધારીને 2200 મીટર કરાશે.