PM Modi Gujarat Visit: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂને ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સુરતની મુલાકાત દરમિયાન એક જાહેર સભાને સંબોધશે. તે માટે અગાઉથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ માટે વહીવટી તંત્રે સભાનું આયોજન ક્યાં કરવામાં આવે. તે અંગે સુરતના વેસુ અને વરાછા વિસ્તારમાં વિવિધ સ્થળોની પસંદગી અંગે સર્વે હાથ ધર્યો છે.
PM મોદી સુરતમાં જાહેર સભાને સંબોધશે
પીએમ મોદીનો આ કાર્યક્રમ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર વિસ્તારમાં યોજાશે, જેથી આ કાર્યક્રમ અતિ મહત્વપૂર્ણ રહેશે. સુરતમાં પાટીદાર બહુલ વિસ્તારોમાં બનેલા ફલાયઓવર, પાણી પુરવઠો અને રસ્તાઓની નવીન યોજનાઓનું પીએમ મોદી લોકાર્પણ કરીને શરુ કરવામાં આવશે. આથી સ્થાનિક તંત્રે તેની સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હાલ જાહેર સભા ક્યાં યોજાશે તેને લઈને વહીવટી તંત્રે વરાછા અને વેસુના ત્રણથી ચાર સ્થળોની યાદી તૈયાર કરી છે,
લેઉવા પાટીદારોના ગઢમાં હશે સભાનું સ્થળ
આ યાદી આગળ મોકલવામાં આવી છે. પરંતુ સભા ક્યાં યોજાશે તે અંગે નિર્ણય લેવાયો નથી. સુરતના આ બંને વિસ્તારોમાં સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રમાંથી આવેલા લેઉવા પાટીદાર સમાજનો પ્રભાવ વધુ છે. વરાછા અને વેસુની પસંદગી માત્ર વહીવટી જ નહી, પરંતુ રાજકીય અને સામાજીક સંદેશ તરીકે પણ જોવામાં આવી શકે છે.
આ પણ વાંચો
દમણના એરપોર્ટના ઉદ્ધાટનમાં પીએમ હાજર રહેશે
છેલ્લા કેટલાક વર્ષોમાં મૂળ સૌરાષ્ટ્રના મતદારોનો ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં ખાસ્સો એવો પ્રભાવ જોવા મળ્યો છે. ઉપરાંત રાજકારણમાં પણ આ વિસ્તારોનું મહત્વ વધ્યું છે. પીએમ મોદી આગામી 6 જૂનના રોજ દમણની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.
પીએમ મોદી દમણમાં અંદાજિત 97 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા એરપોર્ટનું ઉદ્ધાટન કરે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. પીએમ મોદીના પ્રવાસને લઈને ભાજપ અને સ્થાનિક નેતાઓએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે.
