સુરતમાં અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસે યોગ કર્યા, કમિશનર અનુપસિંહ ગેહલોત રહ્યા હાજર

આજે દેશભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પણ એક વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 21 Jun 2026 03:22 PM (IST)Updated: Sun, 21 Jun 2026 03:22 PM (IST)
surat-police-mark-international-yoga-day-commissioner-anup-singh-gehlot-leads-yoga-session

Surat News: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ વીશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશ્નર સહીત પોલીસના અધિકારીઓએ યોગા કરી લોકોને પણ ફીટ રહેવા સંદેશો પાઠવ્યો હતો. સુરત પોલીસ કમિશ્નરએ લોકોને પોતાના શરીરને સ્વસ્થ અને ફીટ રાખવા અપીલ કરી હતી.

આજે દેશભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પણ એક વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અઠવા લાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ ખાસ કાર્યક્રમ શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં યોજાયો હતો.

surat-polic-yoga-2-21-june-26

પોલીસ કમિશનરએ માત્ર હાજરી જ નહોતી આપી, પરંતુ પોતે ગ્રાઉન્ડ પર હાજર રહીને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઉત્સાહપૂર્વક વિવિધ યોગાસનો કર્યા હતા. તેમની સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ રેન્કના કર્મચારીઓ આ સમૂહ યોગમાં જોડાયા હતા. આ ઉપરાંત શાળાના બાળકો અને વડીલો પણ આ યોગા કાર્યક્રમમાં જોડાયા હતા.

surat-polic-yoga-1-21-june-26

દિવસ-રાત પ્રજાની સુરક્ષામાં ખડેપગે રહેતા પોલીસકર્મીઓએ આજે સવારના શાંત વાતાવરણમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે એકસાથે સમૂહમાં યોગ અને પ્રાણાયામ કર્યા હતા. તણાવમુક્ત જીવન અને શારીરિક સુખાકારી માટે યોગ કેટલો જરૂરી છે, તેનો પ્રત્યક્ષ પાઠ આજે પોલીસ પરિવારે આપ્યો હતો. આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ વિભાગના કર્મચારીઓનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હતો. સુરત પોલીસ કમિશ્નરએ લોકોને પોતાના શરીરને સ્વસ્થ અને ફીટ રાખવા અપીલ કરી હતી.