Jagdish Vishwakarma Valsad Visit: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તેમના ત્રિદિવસીય સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે. આ પ્રવાસ અંતર્ગત તેઓ ગાંધીનગરથી 'વંદે ભારત' એક્સપ્રેસ મારફત વલસાડ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ટ્રેનમાં બેસી વલસાડ પહોંચ્યા જગદીશ વિશ્વકર્મા
ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદી અનુસાર, ગઈકાલે 13 માર્ચના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વંદે ભારત ટ્રેન મારફત વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા. ત્યારે ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ઉષ્માસભર ભવ્ય સ્વાગત કર્યું હતું.
વલસાડ રેલવે સ્ટેશન ખાતે આગમન સમયે કાર્યકર્તા ભાઈ-બહેનો દ્વારા જે આત્મીયતા અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, તે ખરેખર હૃદયસ્પર્શી છે.
— Jagdish Vishwakarma (@iJagdishBJP) March 13, 2026
આ ભવ્ય આવકાર બદલ તમામ કર્મઠ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર. pic.twitter.com/JWgv9uNWmf
મોડી સાંજે સંગઠનાત્મક બેઠક અને માર્ગદર્શન
વલસાડ ખાતે પહોંચ્યા બાદ, 13 માર્ચે મોડી સાંજે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, મંડળ પ્રમુખો અને વિવિધ પ્રભારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંગઠનનો અડીખમ પાયો એટલે આપણા કર્મઠ કાર્યકર્તાઓ!
— Jagdish Vishwakarma (@iJagdishBJP) March 13, 2026
આજે વલસાડ જિલ્લાના હોદ્દેદારો સાથે 'પરિચય બેઠક'માં સહભાગી થઈ કાર્યકર્તા મિત્રો સાથે સીધો સંવાદ કરી સંગઠનાત્મક વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું.
વલસાડ જિલ્લાના આ મજબૂત સંગઠન સાથે આગામી સમયમાં જનસેવાના કાર્યોને વધુ ગતિશીલ બનાવવાના… pic.twitter.com/jKlCWLrp5i
આ બેઠક દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ઉપરાંત વિવિધ સંગઠનલક્ષી વિષય પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આગામી સમયમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવા અને સંગઠન શક્તિની મદદથી જનસેવાના કાર્યોને વધુ ગતિશીલ બનાવવાનો સૌએ દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
