Tapi: તાપી જિલ્લાના જેસીંગપુરા, વ્યારા ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જંગી જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ સહિત અન્ય પક્ષોને આડેહાથ લેતા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભાજપ અને ગુજરાતના નાગરિકોએ દુનિયાનું સૌથી મોટું સંયુક્ત કુટુંબ છે. ચૂંટણીના મેદાનમાં વિપક્ષને પૂરા ઉમેદવારો પણ મળ્યા નથી. જનતાને ભાજપ અતૂટ વિશ્વાસ છે.
આગામી પાંચ વર્ષમાં 'ટીમ ગુજરાત' તરીકે સાથે મળીને તાપી જિલ્લાનમાં વિકાસની ગતિને વધુ વેગવંતી કટિબદ્ધતા દર્શાવી હતી. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, જનતાના વોટની તાકાતથી કોંગ્રેસના ‘પંજા’ અને અન્ય પક્ષનો સફાયો નિશ્ચિત છે.
વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસે દાયકાઓ સુધી આદિવાસી વિસ્તારોને પાયાની સુવિધાઓ જેવી કે વીજળી, રોડ-રસ્તા અને પાણીથી વંચિત રાખી માત્ર વોટબેંક તરીકે આદિવાસીઓનો ઉપયોગ કર્યો. જ્યારે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને બાદમાં પ્રધાનમંત્રી તરીકે આદિવાસી સમાજને સાચો ન્યાય અને વિકાસનો લાભ અપાવ્યો છે.
તેઓએ ભાજપાના શાસનમાં આદિવાસી વિસ્તારોની થયેલી કાયાપલટ અને સર્વાંગી વિકાસકાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે ભાજપાને મત આપી આદિવાસી સમાજને માત્ર વોટબેંક ગણનારા તત્વોને જડબાતોડ જવાબ આપવા આહ્વાન કરી હતી.
