Surendranagar: અસામાજિક તત્વો ઘણીવાર લોકોમાં રોફ જમાવવા અને ભય ફેલાવવા માટે હથિયાર સાથેના ફોટો સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર એસઓજીએ હથિયાર સાથેના ફોટો સોશિયલ મીડિયામાં મૂકનાર યુવકની ધરપકડ કરી છે.
યુવકે હથિયાર સાથે ફોટો પોસ્ટ કર્યા
પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગરના કઠાડા ગામના યુવકે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો વાયરલ કર્યા હતા. જેને પગલે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે.
એસ.ઓ.જીએ કાર્યવાહી કરી
એસઓજી ટીમને મળેલી બાતમીને આધારે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો મુકનારા યુવકની તપાસ શરુ કરવામાં આવી હતી. પૂછપરછમાં યુવકે તેનું નામ હિમાલય ભરતભાઈ વણોલ જણાવેલ હતું. યુવકે કબુલ કર્યું હતું કે, 7 વર્ષ પહેલા હથિયાર સાથે ફોટો પડાવી તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા,
હથિયાર અંગે પૂછતાછ કરતા હથિયાર મોહન ભવાન વણોલ કઠાડા તા, દસાડાનું હોવાનું ખુલ્યું હતું. બંને શખ્સો સામે દસાડા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-B)A, 29 (B) અને 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
