Loading...

Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકે સગીરાને ધમકી આપી દુષ્કર્મ આચર્યુ, માતાએ ફરિયાદ નોંધાવી

ધાંગધ્રામાં સગીરાની એકલતાનો લાભ લઈને આરોપી યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Tue 31 Mar 2026 10:25 AM (IST)Updated: Tue 31 Mar 2026 10:26 AM (IST)
surendranagar-news-dhrangadhra-17-years-old-girl-rape-case-police-complaint-718677

Surendranagar Rape case: સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રામાં દુષ્કર્મની આઘાતજનક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રામાં માં એક વિધવા સ્ત્રી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જેને 17 વર્ષની સગીર દિકરી છે. જેની હાલમાં જ સગાઈ કરવામાં આવેલ હતી. સગીરાની માતા તે દરમિયાન ઘરેથી બહાર ગયા હતા.

સગીરા પર યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ

પ્રાપ્ત માહિતી મુજબ, ઘરમાં સગીરા એકલી હતી. જેની એકલતાનો લાભ લઈને મોહસીન અબ્દુલભાઈ કાજેડીયા નામનો યુવાન ઘરમાં ઘૂસી ગયો હતો. તેમજ તેણે સગીરાને સગાઈ તોડી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સગીરાનો હાથ પકડીને બળજબરીપૂર્વક ઘરમાં લઈ ગયો હતો. સગીરાના હાથ-પગ બાંધી દઈને દુષ્કર્મ ગુજાર્યું હતું.

માતાએ ફરિયાદ નોંધાવી

આ તરફ સગીરાની માતા ઘરે પહોચી હતી. જ્યાં ડરેલી સગીરાએ સઘળી હકીકત માતાને જણાવી હતી. ત્યારે અગાઉ પણ આરોપી મોહસીન કાજેડીયા સગીરા પાછળ પડીને તાબે થવા ધમકીઓ આપતો હતો. જે જણાવતા વિધવા માતાએ આરોપી મોહસિન વિરુદ્ધ સિટી પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.