Chotila Mega Demolition: સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા, જ્યાં માં ચામુંડાના દર્શનાર્થે પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યાં આજે વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષોથી ડુંગરની તળેટી અને હાઈવે સુધીના મુખ્ય માર્ગ પર જમાવાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે મેગા ડિમોલિશનની (Mega Demolition) કામગીરી હાથ ધરાતા દબાણકર્તાઓમાં ફાળ પડી ગઈ હતી.

ચોટીલામાં ડિમોલિશન કાર્યવાહી, સરકારી જમીન પરના દબાણ હટાવાયા
ચોટીલા પ્રાંત અધિકારી એસ.ટી. મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા વહેલી સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાઈવેથી ડુંગર સુધીનો આશરે 40 મીટરનો રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો. બજાર ભાવ મુજબ અંદાજે રૂપિયા 35 થી 40 કરોડ કિંમતની સરકારી જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: IAS રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ; ACB દ્વારા તપાસ માટે SITની રચના કરાઇ
400થી વધુ ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફર્યું
છેલ્લા ઘણા સમયથી ડુંગરની આસપાસ અને તળેટી વિસ્તારમાં 300 થી 400 જેટલી નાની-મોટી દુકાનો અને પાકા દબાણો રસ્તા પર આવી ગયા હતા. આ દબાણને કારણે મંદિરે આવતા-જતા લાખો યાત્રિકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. રસ્તો સાંકડો થઈ જવાથી ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહેતો હતો. આ બાબતે ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતા જનહિતમાં આ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.
