Loading...

Surat: સવજી કોરાટ બ્રિજ પરથી તાપી નદીમાં યુવકે મારી છલાંગ, બે કલાક બાદ મળ્યો મૃતદેહ

મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં છલાંગ લગાવી હતી, વાંચો સમગ્ર વિગત...

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 20 Jan 2026 10:47 AM (IST)Updated: Tue 20 Jan 2026 11:46 AM (IST)
surat-young-man-committed-suicide-jumping-into-tapi-river-from-savji-korat-bridge-dead-body-found-676939
HIGHLIGHTS
  • સુરતમાં એક યુવકે તાપી નદીમાં છલાંગ લગાવી
  • સવજી કોરાટ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું
  • ફાયર વિભાગની ટીમે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો

Surat young mancommits suicide: સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું છે. આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે યુવકને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

તાપી નદીમાં યુવકે મારી છલાંગ

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ફાયર વિભાગના કંટ્રોલરૂમને એક કોલ મળ્યો હતો કે,  એક યુગલે વરાછા વિસ્તારમાં સવજી કોરાટ બ્રિજ પરથી એક સાથે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. આ અંગે માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન, મૃતદેહ મળ્યો 

ફાયર વિભાગના જવાનોએ બોટની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, નદીના ઊંડા પાણી અને વહેણના કારણે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી હતી. બીજી તરફ બ્રિજ પરથી એક વ્યક્તિના ચપ્પલ મળી આવ્યા હતા. બે કલાકથી વધુ સમયથી શોધખોળ કર્યા બાદ એક યુવકનો મૃતદેહ મળ્યો હતો.

પોલીસ તપાસ અને કાર્યવાહી

બ્રિજ પર મળેલા ચપ્પલ અને નદીમાંથી મળેલા મૃતદેહના આધારે ફાયર વિભાગની ટીમે તારણ કાઢ્યું હતું કે, આ બનાવમાં યુગલની જગ્યાએ એક યુવકે બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું. બીજી તરફ આ યુવક કોણ છે અને તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.