Loading...

Surat: ફાયર સર્વિસ ગેમ્સ-2026 માં છવાયા સુરતના ફાયર ઓફિસર, પાંચ મિનિટમાં ચડી ગયા અધધ 23 માળ

સ્ટેર રેસ સ્પર્ધામાં 23 માળની ઈમારત પર 5 મિનિટ 35 સેકન્ડમાં ચઢી સુરતના ફાયર સબ ઓફિસરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 05 Feb 2026 04:40 PM (IST)Updated: Thu 05 Feb 2026 04:40 PM (IST)
surat-fire-officer-won-bronze-medal-in-star-race-at-fire-service-games-2026-686300
HIGHLIGHTS
  • ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સમાં સુરતના ફાયર ઓફિસર છવાયા
  • સ્ટેર રેસમાં ફાયર ઓફિસર નરોત્તમ કે. ખલાસીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
  • 23 માળની ઇમારત માત્ર 5 મિનિટ 35 સેકન્ડમાં ચઢી ગયા નરોત્તમભાઈ

All India Fire Service Games-2026: રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ-2026 માં સુરતના એક ફાયર જવાનો ડંકો વગાડ્યો છે. ઉધના ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા 48 વર્ષીય સબ ઓફિસર નરોત્તમ કે. ખલાસીએ સ્ટેર રેસ (STAIR RACE-FFG) સ્પર્ધામાં 23 માળની ઇમારત માત્ર 5 મિનિટ 35 સેકન્ડમાં ચઢીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમણે રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી સુરત શહેર તેમજ સુરત ફાયર અને ઇમરજન્સી સર્વિસનું ગૌરવ વધાર્યું છે. 

ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ-2026

રાજસ્થાનના ઉદયપુરમાં ઓલ ઈન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ-2026 યોજાઈ હતી. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા 2,300 જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ કઠિન તાલીમ, દમદાર શારીરિક ક્ષમતા અને અડગ મનોબળના સૌને દર્શન કરાવ્યા હતા.

સુરતના ફાયર જવાને ગૌરવ વધાર્યું

ઉધના ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા 48 વર્ષીય સબ ઓફિસર નરોત્તમ કે. ખલાસીએ સ્ટેર રેસ (STAIR RACE-FFG) સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે 23 માળની ઇમારત માત્ર 5 મિનિટ 35 સેકન્ડમાં ચઢીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. સુરત ફાયર વિભાગના અધિકારી-સહકર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવી, ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કેવી હોય છે સ્ટેર રેસ સ્પર્ધા? 

સ્ટેર રેસ સ્પર્ધા ફાયર સર્વિસની સૌથી પડકારજનક સ્પર્ધા છે. સંપૂર્ણ ફાયર ફાઈટિંગ ગિયર સાથે ઊંચી ઇમારતની સીડીઓ સમયમર્યાદામાં ચઢવી એ ફાયર કર્મચારીઓની ફિટનેસ, સહનશક્તિ અને ફરજ પ્રત્યેની તૈયારીનો પરિચય આપે છે.

સુરત ટીમ અને નાગરિકોને સમર્પિત કર્યો મેડલ

આ સિદ્ધિ અંગે સબ ઓફિસર નરોત્તમ કે. ખલાસીએ જણાવ્યું હતું કે, ફાયર સર્વિસની નોકરીમાં ફિટનેસ અને શિસ્ત અત્યંત મહત્વની છે. રોજિંદી તાલીમ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાએ મેડલ અપાવ્યો છે. આ મેડલ હું મારી ટીમ અને સુરત શહેરને સમર્પિત કરું છું.