Surat Water Metro Project: સુરતમાં પણ કોચીની જેમ વોટર મેટ્રો તાપી નદીમાં વિહરતી જોવા મળી શકે છે. તાપી નદીના કામરેજથી પિપલોદ બેરેજ સુધીના અદાંજીત 33 કિ.મી.ના વિસ્તારમાં આ વોટર મેટ્રો પ્રોજેક્ટ આકાર પામી શકે છે. આજે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટ સાથે જાડયેલા એક્સપર્ટની ટીમ શહેરમાં આવી હતી અને નિરીક્ષણ કર્યું હતું. સુરત કોઝવે અને તાપી પર નિર્માણ પામેલા સાત બ્રીજને ધ્યાનમાં રાખીને ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરાશે. બોટની ડિઝાઇન પણ આ બ્રીજને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે.
આજે 22 નવેમ્બર 2024ના રોજ સુરત આવેલા કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના મરીન સિવલ એન્જિનિયર નિશાંત અને બોટ ડિઝાઇન માટે જાણીતા અર્જુન ક્રિષ્નાએ પાલિકાના અધિકારીઓ સાથે તાપી ખાતે આવેલા સ્થળો અને તાપી નદીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમના દ્વારા વોટર પ્રોજેક્ટને આકાર આપવા માટે કઇ બાબતો જરૂરી છે અને શું મોડિફિકેશન કરવું પડશે તે અંગેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તાપી નદીમાં બનાવવામાં આવેલા સાત બ્રીજની વિગતો પણ લેવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને બોટની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.
તાપી નદીના બ્રીજ નીચેથી બોટ સરળતાથી પસાર થઇ શકે એ પ્રકારની યોજના બનાવવામાં આવી રહી છે. સામાન્ય પરિસ્થિતિ અને ચોમાસા દરમિયાન તાપીમાં જળ પ્રવાહ અને જળ સ્તર કેવું હોય છે તેની વિગતો પણ આ એક્સપર્ટની ટીમ દ્વારા એકઠી કરવામાં આવી છે. કારણ કે કોચી અને સુરતની ભૌગોલિક સ્થિતિ વિપરીત હોવાથી તાપીના પ્રવાહ, સ્તર, નેચર, કરંટ અને વેલોસિટી અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો

કોચી વોટર મેટ્રોના મરીન સિવિલ એન્જીનિયર નિશાંતે જણાવ્યા પ્રમાણે કોચીમાં આ વોટર પ્રોજેક્ટને દોઢ વર્ષ જેટલો સમય થયો છે અને 30 લાખથી વધુ લોકોએ તેનો લાભ લીધો છે. આજે સુરત સર્વે અને સ્ટડી કરવા માટે આવ્યા છીએ. આ પ્રોજેક્ટને અહીં કેવી રીતે અમલીકરણ કરી શકાય અને પ્રોજેક્ટ માટે શું કરવાની જરૂર છે તેનો રિપોર્ટ તૈયાર કરાશે.
કોચના વોટર પ્રોજેક્ટનું અહીં અમલીકરણ થઇ શકે તેમ નથી કારણ કે કોચી જેવી ભૌગોલિક સ્થિતિ સુરતની નથી. તેથી અહીંની સ્થિતિનો અભ્યાસ કર્યા પછી શું કરી શકાય તેમ છે તે અંગે રિપોર્ટ બનાવાશે. અમે જ્યાં પણ વોટર મેટ્રોની શક્યતા છે ત્યાં જઇ રહ્યાં છીએ. સુરત પાલિકાએ રૂચિ દાખવતા અહીં સર્વે કર્યો છે. તાપી નદીના પ્રવાહ સહિતની વિગતો મેળવી સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરાશે.
ટીમ દ્વારા કોઝવેનું પણ નિરક્ષીણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ બાદ ટીમનું કહેવું છેકે મેટ્રો અહીંથી પસાર થઇ શકે એ માટે મોડિફિકેશન કરવુ પડશે. જે માટે અલગથી વિચારવું પડે તેમ છે. એ માટે ખાસ ડિઝાઇન બનાવવી પડશે. ફેઝ વાઇઝ ડિઝાઇન તૈયાર કરવી પડશે.
સાત જેટલા બ્રીજ નીચેથી બોટ સરળતાથી નીકળી શકે એ માટે પણ નિરીક્ષણ કરાયું છે. દરેક બ્રીજની ઉંચાઇ તથા પહોળાઇની વિગતો લેવાઈ છે. મિનીમમ અને મેક્સિમમ જગ્યાનો સર્વે કરવા આવશે અને ત્યારબાદ બોટની ડિઝાઇન કરાશે, જેથી વોટર મેટ્રો બોટ સરળતાથી બ્રીજ નીચેથી પસાર થઇ શકે.
