સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વાતાવરણ પલટાતાં ઉકળાટથી રાહત, પહેલા જ વરસાદે પ્રી-મોન્સૂનની પોલ ખોલી!

સુરતમાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ગરમીથી રાહત મળી, પરંતુ પહેલા જ વરસાદે પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 19 Jun 2026 12:59 PM (IST)Updated: Fri, 19 Jun 2026 12:59 PM (IST)
surat-rain-update-smc-pre-monsoon-waterlogging

Surat News: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગરમી અને બફારાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે વહેલી સવારે સુરતમાં મેઘરાજાની સવારી આવી પહોચી હતી. સુરત શહેરમાં વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયી હતી.

વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી

સુરત શહેરમાં આજે વહેલી સવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. નાગરિકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે.

surat-rain-news-19-06

પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા

જોકે, આ ખુશીની સાથે જ સુરત મહાનગરપાલિકાની કહેવાતી પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. માત્ર સામાન્ય અને પહેલા જ વરસાદમાં સુરત પાલિકાની પોલ સદંતર ખુલી ગઈ છે. શહેરના મોટા વરાછા જેવા ધમધમતા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે.

surat-rain-news-19-06-1

રોડ-રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ

સામાન્ય વરસાદ હોવા છતાં પણ રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરતી પાલિકાની બેદરકારી આ વર્ષે પણ પહેલા જ વરસાદમાં છતી થઈ ગઈ છે, જેને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.