સંસ્કૃતિને કલંકઃ ગુજરાતના મોટા શહેરોમાં ફેલાયું 'કપલ સ્વેપિંગ'નું દૂષણ, સુરતની પીડિત મહિલાએ કાળી કરતૂતની પોલ ખોલી

ફેસબુક પર ફેક ID બનાવીને સંપર્ક સાધીને વીડિયો કોલ કરવામાં આવે છે. જે બાદ કેઝ્યુઅલ મિટિંગ ગોઠવવામાં આવે છે. 

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 19 Jun 2026 07:16 PM (IST)Updated: Fri, 19 Jun 2026 07:16 PM (IST)
surat-news-stigma-of-couple-swapping-spread-across-major-cities-of-gujarat-surat-victim-revelation

Couple Swapping Gujarat: છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયાથી લઈને ટીવી ચેનલોમાં જે મુદ્દો ભારે ચર્ચામાં છે, તે 'કપલ સ્વેપિંગ' (વાઈફ સ્વેપિંગ)ના કાળા કારોબારનો સુરતની એક પીડિત મહિલાએ ચોંકાવનારા ખુલાસો કર્યો છે.

સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મેટ્રો શહેરોમાં આ દૂષણ મૂકેલા પગપેસારાથી આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. હજારો લોકો આ ચુંગાલમાં ફસાયેલા હોવાની આશંકા વચ્ચે એક હિંમતવાન મહિલાએ પોતાના જ પતિ અને સાસરીયાઓ સામે કોર્ટની લડાઈ શરૂ કરી આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

 

 


પીડિત મહિલાએ આપવિતી જણાવતા કહ્યું કે, 'મારા લગ્ન 1 જુલાઈ 2022ના રોજ સુરતના રાજ (નામ બદલ્યું છે) નામના યુવક સાથે સમાજના રીતિ-રિવાજ મુજબ થયા હતા. શરૂઆતના ત્રણ મહિના બધું સારું ચાલ્યું, પણ ત્યારપછી પતિએ કપલ સ્વેપિંગની વાતો શરૂ કરી. તેણે મને ફેસબુક પરની ચેટ્સ અને વિગતો બતાવી આ ગંદા કામમાં જોડાવા દબાણ કર્યું, પણ મેં સ્પષ્ટ ઈનકાર કરી દીધો.

 

ફેસબુકથી વીડિયો કોલ અને પછી કેઝ્યુઅલ મીટિંગ: આ રીતે ચાલે છે નેટવર્ક

આ કાળા કારોબારમાં જોડાયેલા લોકો ફેસબુક પર પોતાના સાચા નામને બદલે ફેક ID બનાવીને એકબીજાના સંપર્કમાં આવે છે. શરૂઆતમાં ચેટિંગ બાદ વાતચીત વીડિયો કોલ સુધી પહોંચે છે. બન્ને કપલ તૈયાર થાય એટલે તે સાચું કપલ છે કે, નહીં તે ચેક કરવા માટે એક 'કેઝ્યુઅલ મીટિંગ' ગોઠવવામાં આવે છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ જ નહીં, પણ તેના જેઠ અને જેઠાણી પણ આ રેકેટમાં પહેલેથી સક્રિય છે.


પીડિત મહિલાએ ભારે હૈયે જણાવ્યું કે, લોકો સમાજના ડરે બહાર નથી આવતા, પણ હું છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ નરક જેવી સ્થિતિ સહન કરી રહી છું અને કોર્ટમાં ન્યાય માટે લડી રહી છું. સ્ત્રી તમારા પર ભરોસો રાખીને આવે છે, તમે લગ્નને મજાક બનાવી દીધી છે. તેણે ગુજરાતની અન્ય પીડિત મહિલાઓને પણ અપીલ કરી છે કે, જો તમારા પતિ આવી ડિમાન્ડ કરે, તો ડર્યા વગર બહાર આવીને અવાજ ઉઠાવો.