Surat: બારડોલીમાં ત્રાણવાલા બ્રિજ નજીક SMCનો દરોડો, રૂ. 1.16 કરોડના નશીલા પદાર્થ સાથે ડ્રગ પેડલરની ધરપકડ

રૂ. 93.57 લાખની કિંમતનું કોકેઈન, રૂ. 23.28 લાખનું બ્રાઉન હેરોઈન અને 20 અલ્પ્રાઝો ટેબ્લેટ જપ્ત કરવામાં આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Sep 2025 08:38 PM (IST)Updated: Wed, 10 Sep 2025 08:38 PM (IST)
surat-news-smc-rain-in-bardoli-held-drug-peddler-form-uttar-pradesh
HIGHLIGHTS
  • ઉત્તર પ્રદેશના પેડલર પાસેથી કોકેઈન અને બ્રાઉન હેરોઈન મળ્યું
  • અન્ય 3 આરોપીઓને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા

Surat: સુરત જિલ્લામાં બારડોલી તાલુકાના ત્રાણવાલા બ્રીજ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરીને એક ઈસમને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી કોકેઇન, બ્રાઉન હિરોઈન મળી કુલ 1.16 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લામાં બારડોલી તાલુકાના નેશનલ હાઈવે-53 પર ત્રાણવાલા બ્રિજ પાસે સર્વિસ રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઇડ કરી હતી જ્યાંથી ઉત્તર પ્રદેશના વતની પેડલર અવનિશ સચ્ચિતાનંદ પાઠકને ઝડપી પાડવામાં આવ્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 93.57 લાખની કિંમતનું 93 ગ્રામ 570 મિલીગ્રામ કોકેઇન, 23.28 લાખનું 46 ગ્રામ 560 મીલીગ્રામ બ્રાઉન હિરોઈન, 20 અલ્પ્રાઝો ટેબ્લેટ્સ અને એક મોબાઈલ તેમજ 1120 રોકડા રૂપિયા મળી કુલ 1,16,89,206 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.

વધુમાં આ ઘટનામાં મૂળ ઉતરપ્રદેશના વતની સુરેશ સિંઘ, અનિલ યાદવ અને મહારાષ્ટ્રના વતની મોહિત યાદવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આ મામલે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.