Loading...

Surat: પંડોળમાં પરિણીતાનો આપઘાત, પતિ સમય ના આપતો હોવાથી ગળેફાંસો ખાધો

મૃતકનો પતિ ડ્રાઈવર હોવાથી અવારનવાર બહાર ગામના ફેરા મારતો હતો. જેના કારણે તે પોતાની પત્નીને સમય નહતો આપી શકતો. જેનું પરિણીતાને લાગી આવ્યું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 05 Feb 2026 06:28 PM (IST)Updated: Thu 05 Feb 2026 06:28 PM (IST)
surat-news-19-year-old-married-woman-dies-by-suicide-in-pandol-686386
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • પતિ પોતાનો ફોન પણ નહતો ઉપાડતો અને વ્યવસ્થિત જવાબ નહતો આપતો

Surat: શહેરના પંડોળ વિસ્તારમાં 19 વર્ષીય પરિણીતાના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ પોતાને વધારે સમય આપી શકતો ના હોવાથી, મનના લાગી આવતા પરિણીતાએ ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના પંડોળ વિસ્તારમાં રહેતો હરિકેશ યાદવ ડ્રાઈવર તરીકે નોકરી કરી છે. હરિકેશનીની 19 વર્ષની પત્ની રિશુએ ગત મંગળવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતકનો પતિ હરિકેશ ડ્રાઈવર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેના પગલે હરિકેશ અવારનવાર બહાર ગામના ફેરા મારતો હોવાથી ઘરે સમય આપી શકતો નહતો.

આટલું જ નહીં, હરિકેશ પત્નીનો ફોન પણ રીસિવ નહતો કરતો અને વ્યવસ્થિત જવાબ પણ નહતો આપતો. આખરે પતિ પોતાને સમય આપતો ના હોવાથી મનમાં લાગી આવતા રિશુએ કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો ચોક બજાર પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.