Surat નાસીરનગર ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે શું કહ્યું? જાણો

સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે મીડિયાના સવાલોનો જવાબ આપ્યો. 'હાલ તપાસ ચાલુ છે'.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 13 Jun 2026 03:21 PM (IST)Updated: Sat, 13 Jun 2026 03:23 PM (IST)
surat-nasirnagar-demolition-standing-committee-chairman-rajan-patel-statement

Surat Nasirnagar Demolition: સુરતના નાસીરનગરમાં થયેલા ડિમોલિશન મુદ્દો 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે. ગતરોજ આ મામલે કોંગ્રેસ દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા.આ દરમિયાન મનપાના સ્થાયી કમિટીના અધ્યક્ષ રાજન પટેલે આ મામલે નિવેદન આપ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, તપાસ કમિટી નિમવામાં આવી છે. જેના આધારે 'હાલ તપાસ ચાલુ છે'. તેમ મીડિયાને જવાબ આપ્યો હતો.

ડિમોલિશનને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન

સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે નાસીરનગર ડિમોલિશન અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, ડિમોલિશન મામલે મનપા કમિશનરે સૂચના આપી હતી. તેને આધારે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસ કમિટીનો જે પણ રિપોર્ટ આવશે, તેને કમિશનર અમને રજૂ કરશે અને એ મિડીયા સમક્ષ રજૂ કરવામાં આવશે. હાલ આ બાબતે હું કંઈ કહી શકુ તેમ નથી. હાલ આ મુદ્દો હાઈકોર્ટ સુધી ગયો છે.

'ડિમોલિશનનો રિપોર્ટ રજૂ થયા બાદ લેવાશે પગલાં'

આગળ નિવેદનમાં કહ્યું કે, તપાસ કમિટીમાં ડિમોલિશનમાં શું કામગીરી થઈ છે. તે આગામી 2થી 3 દિવસમાં રિપોર્ટ આવી જશે. તપાસ કમિટીનો રિપોર્ટ મનપા કમિશનર પાસે રજૂ થશે. જો આમાં કોઈ પણ પગલાં લેવાના થશે. તો તે કમિશનર લેશે. જો શાસકોને પણ પગલાં લેવાની જરુરિયાત જણાશે. તો સ્થાયી કમિટી અને સામાન્ય સભામાં આ બાબતે દરખાસ્ત રજૂ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલના જણાવ્યા મુજબ, જે પણ અધિકારીઓ તપાસ કામગીરીમાં જોડાયેલા છે. તેમને સમય આપવો પડે. એ લોકો તપાસ કરીને કમિશનરને રિપોર્ટ સોંપે તે બાદ જ જવાબદારો સામે પગલા લેવાશે.