Loading...

SMC Recruitment 2026: સુરત મનપામાં બમ્પર ભરતી: 2700 થી વધુ જગ્યા,  ₹20 હજારથી ₹1.42 લાખ સુધીનો પગાર

આ મેગા ભરતી માટે ઉમેદવારો આગામી 15 એપ્રિલ સુધી અરજી કરી શકશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 12 Mar 2026 10:00 AM (IST)Updated: Thu 12 Mar 2026 10:00 AM (IST)
surat-municipal-corporation-smc-mega-recruitment-for-2700-vacancies-706822
HIGHLIGHTS
  • સુરત મહાનગરપાલિકામાં મેગા ભરતી
  • 2700+ જગ્યા પર બમ્પર ભરતી જાહેર
  • અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ

Surat Municipal Corporation Recruitment: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા 45 કેડરની 2700 થી વધુ જગ્યાઓ માટે ઐતિહાસિક મેગા ભરતી જાહેર કરવામાં આવી છે. આ પદો માટે પગાર 20 હજારથી 1.42 લાખ રૂપિયા સુધીનો પગાર મળશે. આ ભરતી માટે 1 થી 15 એપ્રિલ સુધી અરજી કરી શકાશે.

સુરત મહાનગરપાલિકામાં મેગા ભરતી 

સરકારી નોકરી કરવા ઇચ્છતા તમામ ઉમેદવારો માટે સુરત મહાનગરપાલિકાની આ મેગા ભરતી એક સુવર્ણ તક સમાન છે. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પોતાની વહીવટી કાર્યક્ષમતા વધારવાના હેતુથી આ ઐતિહાસિક મેગા ભરતી પ્લાન હેઠળ વિવિધ વિભાગોમાં મોટા પાયે ભરતી પ્રક્રિયાના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે.

2700 થી વધુ જગ્યાઓ પર ભરતી

મળતી માહિતી મુજબ, SMC ના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી 45 જેટલી અલગ અલગ કેડરની 2700 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. મહેકમ વિભાગની જવાબદારી સંભાળતા નિધિ સિવાચના માર્ગદર્શન હેઠળ આ માટેના સત્તાવાર પરિપત્રો પણ જારી કરી દેવામાં આવ્યા છે. આ મેગા ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને 20 હજારથી લઈને 1.42 લાખ રૂપિયા સુધીનો આકર્ષક પગાર મળવાપાત્ર રહેશે.

અરજી કરવાની તારીખ

આ ભરતી પ્રક્રિયામાં સીધી ભરતીની સાથે-સાથે હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ખાતાકીય બઢતી (પ્રમોશન) ની પણ એક મોટી તક ઊભી કરવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતીમાં સીધી ભરતી હેઠળ અરજી કરવા માંગતા હોય, તેઓએ 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં પોતાની અરજી કરવાની રહેશે.

કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા?

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી 2700+ જગ્યા પરની ભરતી માટેની પોસ્ટ અને તેની લાયકાત/પગાર ધોરણ જાહેર કરવામાં આવ્યા છે. આ ભરતીમાં કેટલીક મુખ્ય પોસ્ટમાં આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ અને સિવિલ), જુનિયર ક્લાર્ક, ડ્રાઇવર, માર્શલ અને સ્ટાફ નર્સનો સમાવેશ થાય છે.

આ મુખ્ય જગ્યાઓ પર સીધી ભરતી

  • ક્લાસ-3 ક્લાર્ક: 717 જગ્યા (લાયકાત: અંડર ગ્રેજ્યુએટ તથા કોમ્પ્યુટર જ્ઞાન)
  • ડ્રાઈવર: 444 જગ્યા
  • માર્શલ: 323 જગ્યા
  • સ્ટાફ નર્સ: 150 જગ્યા
  • જુનિયર ફાર્માસિસ્ટ: 70 જગ્યા
  • મેડીકલ ઓફિસર: 58 જગ્યા
  • આસીસ્ટન્ટ ઇજનેર: 57 જગ્યા
  • આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર: 54 જગ્યા
  • આસિસ્ટન્ટ એન્જિનિયર: 52 જગ્યા
  • લેબોરેટરી ટેકનીશ્યન: 40 જગ્યા
  • ફિટર: 31 જગ્યા
  • મિકેનિકલ આસિસ્ટન્ટ (ઈલેક્ટ્રીકલ): 30 જગ્યા

(નોંધ: સીધી ભરતી માટે પગાર અને લાયકાત સરકારી નિયમ મુજબ રહેશે.)

પ્રમોશનથી ભરાતી મુખ્ય જગ્યાઓ

  • આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ: 14 જગ્યા (લાયકાત: CA/ICWA/MCom, પગાર: 42,400)
  • વર્ગ-4 માંથી ક્લાર્ક: 55 જગ્યા (નિયમ મુજબ 4 વર્ષનો અનુભવ જરૂરી)
  • સેક્શન ઓફિસર: 36 જગ્યા (અંડર ગ્રેજ્યુએટ-12 વર્ષનો અનુભવ, પગાર: 44,900)

આટલા મોટા પ્રમાણમાં આવેલી ભરતી યુવાનો માટે એક સુવર્ણ તક છે. જે ઉમેદવારો આ ભરતી અંગે વધુ માહિતી મેળવવા માંગતા હોય તે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર તપાસ કરતી શકે છે.