SMC Recruitment 2026 (સુરત મહાનગરપાલિકા ભરતી): સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. મહાનગરપાલિકાના વાહન વ્યવહાર વિભાગને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી કુલ 444 ડ્રાઈવરોની ભરતી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ધોરણ 10 પાસ ઉમેદવારો આગામી એપ્રિલ માસથી ઓનલાઈન અરજી કરી શકશે.
ભરતી માટેની મુખ્ય પાત્રતા અને માપદંડ
પાલિકા દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, ઉમેદવારોએ નીચે મુજબની શરતો પૂર્ણ કરવાની રહેશે:
- શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવો અનિવાર્ય છે.
- વય મર્યાદા: અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- શારીરિક ધોરણ: ઉમેદવારની લઘુત્તમ ઊંચાઈ 165 cm હોવી જરૂરી છે.
ડ્રાઈવિંગ લાયસન્સ અને અનુભવની શરતો
- ઉમેદવાર પાસે Heavy Goods Vehicle License અથવા Transport Vehicle License હોવું જોઈએ.
- ડ્રાઈવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 2 વર્ષ જૂનું હોવું આવશ્યક છે.
- ઉમેદવારને આધુનિક Hydraulic Operation ધરાવતા વાહનો ચલાવવાનું પ્રાયોગિક જ્ઞાન હોવું જોઈએ.
- પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારે ફરજિયાતપણે Driving Test પાસ કરવાની રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા અને સમયરેખા
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર જઈને નિયત સમયગાળામાં અરજી કરી શકશે.
- અરજી શરૂ થવાની તારીખ: 01 એપ્રિલ, 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ, 2026
