Surat Muncipal Corporation Elections 2026: સુરત મહાનગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલ 2026ના રોજ થવા જઇ રહી છે. રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને એકાદ-બે દિવસમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સ્થાનિકોનો રોષ સામે આવ્યો છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અડાજણના તાડવાડીમાં કેટલાક બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરો ગોરાટ હનુમાન મંદિર બચાવવા માટે લગાવાયા છે. જેમાં લખ્યું છે કે, 'ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ વોટ માંગવા આવવું'.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે એવામાં સુરતમાં રાજકારણ ગરમાયું છે, સુરતના અડાજણ તાડવાડી સ્થિત ગોરાટ હનુમાન મંદિરની સુરક્ષા અને અશાંતધારાના ઉલ્લંઘનને મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહી સોસાયટીઓના ગેટ પર વિરોધ પ્રદર્શન કરતા પોસ્ટરો અને બેનરો લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે, 'જો ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું.'

મંદિરના પૂજારી શિવ લહેરી બાપુ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે અમારે બોર્ડ મારવા જ પડે એમ હતું કારણે કે અહિયાં મંદિર છે અને મંદિરની બાજુમાં જ બિલ્ડીંગમાં વિધર્મીઓ રહેવા માટે આવે તો અમારે મંદિરમાં પૂજા કરવી કે રહેવું શું કરવું, અને અહિયાંના બધા નેતાઓ જાણે છે તેમ છતા આજ સુધી અમને કોઈ નેતાએ સપોર્ટ આપ્યો નથી, અમે ખુલ્લું કહીએ છીએ કે જો અમારું મંદિર અને અમારો વિસ્તાર બચાવશે એને અમે વોટ આપીશું, કોઈ પણ પાર્ટી હોય, અમે રાજકારણી માણસો નથી અમારે કોઈ પાર્ટી સાથે લેવાદેવા નથી અમારો એક જ મુદ્દો છે આ મંદિર અમારું બચવું જોઈએ આ વિસ્તાર અમારો બચવો જોઈએ, અમે અહિયાં શાંતિથી રહીએ છીએ અને અમારે શાંતિથી જ અહિયાં રહેવું છે.
આ પણ વાંચો
સ્થાનિક રજનીકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ લખવાની જરૂર એટલા માટે પડી કે અહિયાં ગોરાટ હનુમાનજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને અહિયાં મંદિર અને અહિયાં રહેતા હિંદુઓને તકલીફ થાય છે કારણ કે વિધર્મી બોવ બધો વસવાટ કરશે તો અમારા મંદિર અને હિંદુઓને તકલીફ થશે, જે લોકો મંદિર અને આ વિસ્તારને બચાવશે એના માટે વેલકમ છે, અમે ગોરાટ વિસ્તારના કોઈ પણ ઉમેદવારને સપોર્ટ કરવા તૈયાર છીએ, વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 217થી સતત આ વિસ્તારમાં વિધર્મીઓ ન આવે એના માટે લડત ચલાવી રહ્યા છીએ, જુદા જુદા સરકારી વિભાગમાં ફરિયાદો કરી છે પણ એનું હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. એટલે માટે અમારે આ બેનર લગાડવા પડ્યા છે.

ખુશ્મનભાઈ પટેલએ જણાવ્યું હતું કે આજે ૨૫ વર્ષથી ગોરાટ હનુમાન મંદિર ઉભું છે, આ મંદિરની પાછળ વિધર્મીઓ 21 માળના 18 મિટરના રોડ પર ટાવર બનાવી રહ્યા છે, જે સુરતમાં સૌ પ્રથમ 18 મીટરના રોડ પર 21માળનું બિલ્ડીંગ બને છે, બધી જ પરમીશન ખોટી લેવાઈ છે, 7 દિવસની અંદર અશાંતધારાની પરમીશન અપાઈ ગઇ છે અને આખા એરિયાની અંદર હિંદુઓનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે, જે અમારું કામ કરશે અમે તેની સાથે રહીશું, અમારે રાજકીય લેવાદેવા નથી અમે હિંદુ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ છીએ અમારું ગોરાટ હનુમાન મંદિર છે એ જ અમારી આસ્થા છે.
