Surat: સુરત જિલ્લાના કોસંબા નજીક ધામદોડ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રેલર ચાલકે બોલેરોને ટક્કર મારતા બોલેરો ગાડી પલટી ગયી હતી. જેના લીધે બોલેરો ગાડીમાં રહેલો અંદાજીત 1500 કિલો તરબૂચનો જથ્થો રોડ પર વેરાઈ ગયો હતો. આ ઉપરાંત બોલેરો ગાડીમાં સવાર દંપતી સહિત 3 લોકોને ઈજા થઈ હતી.

ટ્રેલર ચાલકે બોલેરોને ટક્કર મારી
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં ધામડોદ ગામની સીમમાં અમદાવાદથી મુંબઇ તરફ જતા NH 48 રોડની પ્રથમ લાઇન ઉપર રાજુભાઇ મેલસિંગભાઇ પાટણવાડીયા ઉ.વ.27 બોલેરો ગાડી લઈને ઉભા હતા. જે દરમિયાન પાછળથી આવેલા ટ્રેલર ચાલકે બોલેરોને જોરદાર ટક્કર મારી હતી, જેથી બોલેરો ગાડી પલટી ગયી હતી.

3 લોકો ઈજાગ્રસ્ત થયા
બોલેરો ગાડી પલટી જતા તેમાં સવાર રાજુભાઈ, તેમની પત્ની રેશમાબેન અને પંકજભાઈ નામના યુવકને ઈજા થઇ હતી. આ ઉપરાંત બોલેરોમાં 1500 કિલો તરબૂચ ભરેલા હતા. જે રોડ પર તરબૂચનો જથ્થો હાઈવે પર વેરાઈ જવાથી નુકશાન થયું હતું.
આ પણ વાંચો
ચાલક વાહન છોડીને ફરાર થયો
બોલેરોને ટક્કર માર્યા પછી બેકાબૂ બનેલુ ટ્રેલર હાઈવે પાસે ધનરાજ કંપનીનો ગેટ તોડી દિવાલ સાથે અથડાયું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ અંગે બોલેરો ચાલક રાજુભાઈએ કોસંબા પોલીસ મથકે ફરિયાદમાં નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રેલર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
