Loading...

LIVE BLOG

Gujarat News Today: સુરતમાં રમતા રમતા નહેરમાં પડી જતા 4 વર્ષીય બાળકીનું મોત, પરિવાર શોકમાં ગરકાવ

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 03 Apr 2026 06:00 AM (IST)Updated: Fri 03 Apr 2026 06:03 PM (IST)
gujarat-news-today-03-april-2026-latest-updates-breaking-headlines-and-current-affairs-lb-720520

Gujarat News Today Live: સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક દુખદ ઘટના સામે આવી છે. રમતા રમતા 4 વર્ષીય બાળકી નહેર પાસે પહોંચી ગઈ હતી અને નહેરમાં પડી જતા બાળકીનું મોત થયું છે. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

3-Apr-2026, 06:03:52 PMસુરતમાં નહેરમાં પડી જતા 4 વર્ષીય બાળકીનું મોત

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક દુખદ ઘટના સામે આવી છે. રમતા રમતા 4 વર્ષીય બાળકી નહેર પાસે પહોંચી ગઈ હતી અને નહેરમાં પડી જતા બાળકીનું મોત થયું છે. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

3-Apr-2026, 04:24:49 PMસુરતમાં પતિએ ભાજપમાંથી તો પત્નીએ આપમાંથી માગી ટિકીટ

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 2 (મોટા વરાછા-અમરોલી-કઠોર)માં એક અનોખો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટીદાર નેતા ધાર્મિક માલવિયાએ ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી દાવેદારી નોંધાવી છે, જ્યારે તેમના પત્ની અને એડવોકેટ મોનાલી હિરપરાએ આમ આદમી પાર્ટી (AAP)માંથી ટિકિટ માગી છે તેવી વાત વહેતી થઇ હતી. જોકે ધાર્મિક માલવિયાના પત્નીએ આ અંગે ખૂલાસો કરતા કહ્યું છે કે તેમણે કોઇ ટિકીટ માગી નથી.

3-Apr-2026, 03:31:23 PMગુજરાતમાં વસ્તી ગણતરી મુલત્વી

ગુજરાતમાં 26 એપ્રિલ 2026થી શરૂ થનારી વસ્તી ગણતરી (સેન્સસ)ની કામગીરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે મુલત્વી રાખવામાં આવી છે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, સમગ્ર રાજ્યમાં અત્યારે ચૂંટણી પ્રક્રિયા ગતિમાં હોવાથી વહીવટી તંત્રની વ્યસ્તતાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. હવે આ વસ્તી ગણતરી ચૂંટણી પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવશે અને તેની નવી તારીખો આગામી સમયમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

3-Apr-2026, 03:23:13 PMસુરતમાં મનપાની ચૂંટણીમાં સ્થાનિકોનો રોષ

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી આવી રહી છે તે પહેલા સુરતમાં રાજકારણ ગરમાયું છે અને તે પાછળનું કારણ છે અડાજણ તાડવાડી પાસે લાગેલા બેનરો. આ બેનરોમાં 'ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ વોટ માંગવા આવવું' તેવું લખાણ લખવામાં આવ્યું છે.

3-Apr-2026, 12:05:38 PMભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રાક્રિયામાં બીજા દિવસે પણ ઘસારો

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને રાજકીયપાર્ટીઓએ ચૂંટણીને લઈને તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સુરતમાં ભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં બીજા દિવસે પણ ભારે ઘસારો જોવા મળ્યો હતો.

3-Apr-2026, 06:00:00 AMભરૂચમાં આમોદ-મુલેર રોડ 90 દિવસ માટે બંધ

ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી, ચાંચવેલથી મુલેર સુધીનો માર્ગ 2 એપ્રિલ 2026થી 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. ભારે વાહનો માટે ચાંચવેલ-બદલપુરા-ઓચ્છણ-મુલેર થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, અને તંત્ર દ્વારા વાહનચાલકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.