Loading...

Surat Election: સુરત મનપાની ચૂંટણી માટે AAP દ્વારા 75 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને મળ્યું સ્થાન?

આ યાદીમાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને સામાજિક અગ્રણીનો સમાવેશ કર્યો છે.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 05 Apr 2026 04:30 PM (IST)Updated: Sun 05 Apr 2026 04:30 PM (IST)
surat-aap-releases-candidates-list-for-75-seat-for-surat-corporation-election-722201
HIGHLIGHTS
  • સુરત મનપા ચૂંટણી માટે રણશિંગુ ફૂંકી દીધું
  • AAP દ્વારા 75 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

SMC Election AAP candidates list: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોતાની ઉમેદવાર યાદી જાહેર કરીને રણશિંગુ ફૂંકી દીધું છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાના અલગ-અલગ વોર્ડ માટે કુલ 75 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

AAP ઉમેદવારોની યાદીમાં કોને મળ્યું સ્થાન?

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ AAP દ્વારા 75 બેઠક પર ઉમેદવાર મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. આ યાદીમાં પૂર્વ કોર્પોરેટરોથી લઈને એડવોકેટ્સ (વકીલો) અને સામાજિક અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021 ની મનપા ચૂંટણીમાં પાર્ટીએ 27 બેઠકો પર ભવ્ય જીત મેળવીને મુખ્ય વિપક્ષનું સ્થાન ગ્રહણ કર્યું હતું.

'સુરતમાં બનશે આમ આદમી પાર્ટીનો મેયર'

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ તમામ ઉમેદવારોની જીતનો પ્રબળ વિશ્વાસ વ્યક્ત કરતા દાવો કર્યો કે, "આ ચૂંટણીમાં અમારા તમામ ઉમેદવારો વિજયી થશે અને સુરત મહાનગરપાલિકા એવી પહેલી મહાનગરપાલિકા બનશે જ્યાં આમ આદમી પાર્ટીનો મેયર બનશે. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર મજબૂતીથી તમામ બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે."

'કુશાસન' અને 'ગ્લોબલ સિટી'ના દાવા પર પ્રહાર

મનોજ સોરઠીયાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, સુરત વર્ષોથી કુશાસનનો ભોગ બન્યું છે. સુરત ખરા અર્થમાં ગ્લોબલ સિટી બની શક્યું નથી અને તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ગ્લોબલ કક્ષાનું બની શક્યું નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સુરત મનપાએ હંમેશાથી ગુજરાતમાં ભાજપના કાન આમળવાનું અને આંગળી ચીંધવાનું કામ કર્યું છે.

અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જાહેર કરાયેલા તમામ ઉમેદવારો સુરતના લોકો માટે ટકાઉ વિકાસ લાવશે. આમ આદમી પાર્ટી સુરતની જનતા માટે એક સારા અને મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે. હવે આગામી ચૂંટણીમાં જોવું એ રહેશે કે સુરતની જનતા AAP ના આ વિશ્વાસ પર કેટલી ખરી ઉતરે છે.