Surat AAP Candidate List: સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સમાજના તમામ વર્ગો સાંકળી લેવાની એક વ્યાપક રણનીતિ સામે આવી છે. સુરત AAP દ્વારા આ યાદીમાં પૂર્વ કોર્પોરેટરો, શિક્ષિત યુવાઓ, વકીલો અને વિવિધ સમાજના અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
અનુભવી પૂર્વ કોર્પોરેટરોનું નેતૃત્વ
આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાના અનુભવી ચહેરાઓ પર ફરીથી વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. આ યાદીમાં પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરીયા, પૂર્વ વિપક્ષ ઉપનેતા મહેશ અણધણ અને પૂર્વ વિપક્ષ દંડક રચનાબેન હીરપરા જેવા અનુભવી પૂર્વ કોર્પોરેટરોનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

વિવિધ સમાજનું મજબૂત પ્રતિનિધિત્વ
આમ આદમી પાર્ટીએ સુરતમાં વસતા દરેક સમાજને રાજકીય મંચ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો
- મૂળ સુરતી ઉમેદવારો: મોઢ ઘાંચી સમાજમાંથી પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કો-ઓર્ડિનેટર ચિત્રેશ અનાજવાલા તેમજ રાણા સમાજમાંથી જતીન જરીવાલા અને અમિત રાણાને ટિકિટ આપી છે.
- સગર અને આહીર સમાજ: સગર સમાજમાંથી સારા વક્તા અને સુરત શહેર સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા તથા આહીર સમાજમાંથી રમેશ જીંજાળા, પ્રવિણ કાતરિયા અને અસ્મિતા કાતરિયાને તક અપાઈ છે.
- પ્રજાપતિ અને કોળી સમાજ: પ્રજાપતિ સમાજમાંથી ભરત પ્રજાપતિ, BAPS સંસ્થાના અનુયાયી પંકજ આંબલીયા, અરુણા પાંડવ, કાજલ ઘોઘારી અને પ્રતિક કાકલોતર મેદાનમાં છે. કોળી સમાજમાંથી ઉષા ગોહિલ, મમતા બારૈયા અને અસ્મિતા પરમાર ઉમેદવાર બન્યા છે.
- બ્રહ્મ અને બારોટ સમાજ: બ્રહ્મ સમાજમાંથી શ્રવણ જોશી, મહેન્દ્ર રાજ પુરોહિત અને જાગૃતિ જાની, તેમજ બારોટ સમાજમાંથી કલ્પેશ બારોટને ટિકિટ ફાળવવામાં આવી છે.

શિક્ષિત-વ્યવસાયિક ઉમેદવારોને પ્રાધાન્ય
આમ આદમી પાર્ટીએ શિક્ષિત અને વ્યવસાયિક ઉમેદવારોને પણ સ્થાન આપ્યું છે. વકીલોની વાત કરીએ તો, મહારાષ્ટ્રીયન સમાજમાંથી એડવોકેટ વિલાસ પાટીલ, ઉમિયાધામ મંદિર વરાછાના લીગલ સેલ કન્વીનર જયંતી પટેલના દિકરા એડવોકેટ રૂબીન પટેલનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત એડવોકેટ ભૂપત કોડીયાતર, એડ. મુમતાઝ મુલતાની અને એડ. શાહીન મલેકને પણ ટિકિટ આપી છે.
આ પણ વાંચો: Surat Election: સુરત મનપાની ચૂંટણી માટે AAP દ્વારા 75 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને મળ્યું સ્થાન?
આ સાથે જ, આંતરરાષ્ટ્રીય સ્તરે આદિવાસી સમાજના યુવાઓનું પ્રતિનિધિત્વ કરતા, BSC અને B.ed. થયેલા આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર પ્રકાશ ચૌધરીને વોર્ડ નં 3 થી ટિકિટ આપવામાં આવી છે. સંઘવી પરિવારની દીકરી મોનિકા સંઘવી અને SPG સંગઠન સાથે સંકળાયેલા વીણાબેન પટેલ પણ મેદાનમાં છે.
આમ, આમ આદમી પાર્ટીએ સુરતમાં દરેક વર્ગ, જ્ઞાતિ અને વ્યવસાયના લોકોને એક મંચ પર લાવીને એક અત્યંત મજબૂત અને સર્વસમાવેશક સંગઠન ઊભું કરવાની કવાયત હાથ ધરી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
