Loading...

Surat: પાલમાં સ્પાની આડમાં ધમધમતા સેક્સ રેકેટનો પર્દાફાશ, શરીરસુખ માણવા આવેલા 3 ગ્રાહકો ઝડપાયા

દરોડા દરમિયાન દેહ વ્યાપારની પ્રવૃતિ માટે વપરાતા 7 મોબાઈલ, હિસાબની ડાયરી અને ટોકન મળી આવ્યા. આ ફોન મારફતે ગ્રાહકો સાથે દેહ સુખની ડિલ નક્કી થતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 05 Feb 2026 05:32 PM (IST)Updated: Thu 05 Feb 2026 05:32 PM (IST)
prostitution-racket-exposed-in-surats-palanpur-area-spa-police-arrest-five-accused-686352
HIGHLIGHTS
  • 3 ગ્રાહક ઉપરાંત સ્પાના સંચાલક સહિત 5ની ધરપકડ
  • 4 મહિલાઓને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાઈ

Surat: સુરતના પાલ વિસ્તારમાંથી દેહવ્યાપારની પ્રવૃતિનો પર્દાફાશ થયો છે. પોલીસે સંચાલક અને સ્પામાં કામ કરનાર અને 3 ગ્રાહકો સહિત કુલ 5 આરોપીને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત 4 મહિલાઓને મુક્ત કરવામાં આવી છે. તેમજ પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ઝોન-07 LCB ટીમ તથા એન અને એમ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા પાલનપુર ગામ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે રેડ કરી હતી. જ્યાંથી દેહવ્યાપારની પ્રવૃતિનો પર્દાફાશ થયો હતો. રેડ દરમ્યાન પોલીસે 4 મહિલાઓને મુક્ત કરાવી હતી. પોલીસે મોબાઇલ ફોન સહિત કુલ 63 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ ઘટનામાં પોલીસે સંચાલક/દલાલ શુવ્રો બાબુરાવ ચક્રબોતી (ઉ.26) સ્પામાં કામ કરનાર વિપિન ઉર્ફે રિંકુ જગદીશ શાહુ [ઉ.૨૩] તેમજ ત્રણ ગ્રાહક કરણ શાહ , વીરસિંગ કોળી અને ઉમેશ શર્માને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ઘટનામાં પોલીસે સ્પાના માલિક આકાશ અંકુશ ધનાવડેને વોન્ટેડ જાહેર કર્યો છે.

એસીપી શ્વેતા ડેનયલ્સએ જણાવ્યું હતું કે, રેડ દરમ્યાન કુલ 4 મહિલાઓને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી છે. તે સ્થળે રેડ કરતા દેહવ્યાપારની પ્રવુતિ ચાલુ હતી, ત્યાંથી 3 ગ્રાહકો મળી આવ્યા હતા. આ ઉપરાંત આ સમગ્ર પ્રવુતિ ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક સહિત કુલ 5 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

રેડ દરમ્યાન દેહવ્યાપારની પ્રવૃતિ માટે વપરાતા 7 મોબાઇલ ફોન જે મોબાઈલ ફોન મારફતે ગ્રાહકો સાથે વાતચીત અને પૈસા નક્કી કરવામાં આવતા હતા તેવા 7 મોબાઇલ ફોન અને ગ્રાહકોના મળી કુલ 11 મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 8500 રોકડા રૂપિયા મળી કુલ 63 હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ સિવાય હિસાબની ડાયરી, ટોકન પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ સ્પા ચલાવનાર માલિક વોન્ટેડ છે. આ ઘટનામાં અન્ય કોઈ ઇસમ સામેલ છે કે કેમ તે અંગે પાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.