Loading...

Gujarat Weather Update: કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં માવઠું; નારાયણ સરોવર, વર્માનગર-માધાપરમાં ઝરમર

વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદ પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાન પર સર્જાયેલ કોલ્ડ ફ્રન્ટ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 23 Jan 2026 09:10 AM (IST)Updated: Fri 23 Jan 2026 09:10 AM (IST)
kutch-unseasonal-rain-forecast-in-narayan-sarovar-verma-nagar-madhapar-678292
HIGHLIGHTS
  • કચ્છ જિલ્લાના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો
  • નારાયણ સરોવર અને વર્માનગર-માધાપરમાં માવઠા થયા
  • માવઠા પાછળનું કારણ પાકિસ્તાન પર સર્જાયેલ કોલ્ડ ફ્રન્ટ

Unseasonal rain: ગતરોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. બીજી તરફ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગત રાત્રે કચ્છ જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં માવઠું થયું હતું.

કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ

કચ્છ જિલ્લાના નારાયણ સરોવર, વર્માનગર અને માધાપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હાલના અહેવાલ અનુસાર, ગતરાત્રે નારાયણ સરોવર, વર્માનગર અને ગુહર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ હાલમાં જ માધાપરમાં પણ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે.

કચ્છ તરફ આગળ વધ્યું કોલ્ડ ફ્રન્ટ

વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદ પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાન પર સર્જાયેલ કોલ્ડ ફ્રન્ટ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આ કોલ્ડ ફ્રન્ટ હવે કચ્છ તરફ આવી રહ્યું હોવાથી જિલ્લાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા કમોસમી માવઠા પડી રહ્યા છે.